પ્રોપર્ટીનું ટાઈટલ સર્ચ અચૂક કરાવો, ખરીદતી વખતે ચકાસો કે મકાન પર પહેલેથી કોઈ લોન ચાલુ તો નથી ને?

Business
Business

પોતાનું ઘર મેળવી લેવું તે એક મોટી ખુશી મેળવી લેવા જેવું છે પરંતુ આ સમગ્ર પ્રક્રિયામાં તમારે સાવધાની જરૂર રાખવી જોઇએ. પ્રોપર્ટીની રજિસ્ટ્રેશન પણ આવી જ એક સાવધાની છે. ખરીદાયેલા મકાનનો દસ્તાવેજ ન કરાયો હોય તો કાયદો ખરીદદારને સંપત્તિ પર હક નથી આપતો. જોકે, પ્રોપર્ટી રજિસ્ટર્ડ થતાં પહેલાં કે ખરીદતાં પહેલાં રજિસ્ટ્રાર ઓફિસમાં દસ્તાવેજોની તપાસ જરૂર કરવી જોઇએ. મકાન ખરીદનારે ટાઇટલ ડીડ અને બિન-અતિક્રમણ પ્રમાણપત્રની ચકાસણી કરવી જોઇએ.

રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલ, મ.પ્ર.ના ચેરમેન અને હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસ સુભાષ કાકડે જણાવે છે કે પ્રોપર્ટીનું ટાઇટલ સર્ચ કરાવવું જરૂરી છે. તમે સંયુક્ત હિન્દુ પરિવારની પ્રોપર્ટી ખરીદી રહ્યા હોવ તો પરિવારના મોભી ઉપરાંત જેટલા પણ હિસ્સેદારો છે તેમની સહમતિ લેવી પણ જરૂરી છે. કોઇ વ્યક્તિ પોતાની સંપત્તિ વેચવા ઇચ્છતી હોય તો ખરીદનારને તે સંપત્તિની બધી રીતે તપાસ કરવાનો પૂરો હક છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.