આગામી સમયમાં ભારતમાં પેટ્રોલ-ડીઝલ મોંઘુ થશે

Business
Business

સાઉદી અરેબિયા દ્વારા તેલ ઉત્પાદનમાં ઘટાડો કરવાની જાહેરાતથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો અટકી શકે છે.ત્યારે સાઉદી અરેબિયા આગામી જુલાઈથી તેલના ઉત્પાદનમાં દરરોજ 10 બેરલનો ઘટાડો કરશે.ત્યારે તેલ ઉત્પાદનમાં ઘટાડાથી ભારતમાં પેટ્રોલ-ડીઝલ મોંઘુ થશે.બીજીતરફ ઓપેક અને અન્ય ઉત્પાદકો 2024ના અંત સુધી પુરવઠામાં કાપ લંબાવવા માટે સંમત થયા હતા.ત્યારે આ નિર્ણયથી તેલના ભાવમાં બેરલ દીઠ એક ડોલરથી વધુનો વધારો થયો હતો.આ સિવાય બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ બેરલ દીઠ 77.64 ડોલર પર ટ્રેડ કરી રહ્યા હતા,જે બેરલ દીઠ 78.73 ડોલરની ઊંચી સપાટીને સ્પર્શ્યા બાદ શરૂઆતના વેપારમાં 1.51 ડોલર અથવા 2 ટકા વધી રહ્યા હતા.ત્યારે આ વધારો ભારત માટે આયાતી ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈનો સામનો કરશે.સાર્વજનિક ક્ષેત્રની ઓઈલ કંપનીઓ તેમના નુકસાનની ભરપાઈ કરી રહી છે.જેમા ગયા મહિને આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવ અને છૂટક વેચાણના ભાવ સમાન બની ગયા હતા.જે ભાવ વધવાથી કિંમત અને વેચાણ કિંમત વચ્ચેનો તફાવત ફરી આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.