પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૩૫-૩૫ પૈસાનો વધારો થયો

Business
Business

નવી દિલ્હી,

સરકારી ઓઇલ કંપનીઓએ આજ ફરી આમ આદમીને ઝટકો આપ્યો છે. આજે ગુરુવારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી એકવાર વધારો કરાયો છે. પેટ્રોલ તેમજ ડીઝલની કિંમતમાં આજે ૩૫-૩૫ પૈસા પ્રતિ લીટરનો વધારો ઝીંકાયો છે. આ સાથે જ દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર ૧૦૪.૭૯ રૂપિયા પર પહોંચી છે. જ્યારે ડીઝલની કિંમત ૯૩.૫૨ રૂપિયા પ્રતિ લીટર થઈ છે. આ મહિને પેટ્રોલ-ડીઝલની કિંમત લગભગ દરરોજ વધી છે. ઓક્ટોબર મહિનાની શરૂઆતના ૧૦ દિવસમાં જ પેટ્રોલની કિંમતમાં ૨.૮૦ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં ૩.૩૦ રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરાયો છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર થઈ ગયું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધારે છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં પણ પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસી સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જાેડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ એસએમએસ કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક એચપી પ્રાઈઝ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.