ઘણા શહેરોમાં બદલાયા પેટ્રોલ અને ડીઝલના ભાવ

Business
Business

નવી દિલ્હી, ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. દેશના મહાનગરો સહિત મોટાભાગના રાજ્યોમાં ઈંધણના ભાવ સ્થિર છે. જો કે, ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય ફેરફાર થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં વધ-ઘટ યથાવત છે. આજે બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ ૯૦.૫૭ ડૉલર થઈ ગઈ છે અનેWTI ક્રૂડની કિંમત ૮૬.૨૨ ડૉલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. અલીગઢમાં પેટ્રોલ અને ડીઝલ ૨૮ પૈસા મોંઘુ થયુ છે. અજમેરમાં પેટ્રોલ ૨૦ પૈસા અને ડીઝલ ૧૮ પૈસા મોંઘુ થયુ છે. પ્રયાગરાજમાં પેટ્રોલ ૮૦ પૈસા અને ડીઝલ ૭૮ પૈસા મોંઘુ થયુ છે.

નોઈડામાં પેટ્રોલ ૪૧ પૈસા અને ડીઝલ ૩૮ પૈસા સસ્તુ થયુ છે. પટનામાં પેટ્રોલ ૩૦ પૈસા અને ડીઝલ ૨૮ પૈસા સસ્તુ થયુ છે. ઉલ્લેખનીય છે કે મે ૨૦૨૨થી દેશમાં ઈંધણની કિંમતો સ્થિર છે, જેના કારણે લોકોને રાહત મળી છે. રોજ સવારે ૬ વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ થાય છે. અલગ-અલગ રાજ્યોમાં વેટનો દર અલગ-અલગ હોવાથી રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનો દર એકસરખો રહેતો નથી. તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથીIOCની એપ ડાઉનલાેડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાંRSP અને તમારા શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર મોકલો.

તમનેSMSપર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમેIOCનીવેબસાઈટ પરથી જાણી શકશો. તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડયુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. આ માપદંડોના આધારે ઈંધણ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના દર નક્કી કરવાનું કામ કરે છે. ડીલરો એ લોકો છે જે પેટ્રોલ પંપ ચલાવે છે. તેઓ ટેક્સ અને પોતાનુ માર્જિન ઉમેરીને છૂટક ભાવે પેટ્રોલ વેચે છે. આ ખર્ચ પેટ્રોલ અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.