FAOની ૭૫મી વર્ષગાંઠ પર વડાપ્રધાન મોદીએ ૭૫ રૂપિયાનો સિક્કો કર્યો જાહેર

Business
Business

ન્યુ દિલ્હી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનની ૭૫મી વર્ષગાંઠના અવસરે શુક્રવારે ૭૫ રૂપિયાનો સ્મારક સિક્કો જાહેર કર્યો. સાથોસાથ હાલમાં વિકસિત કરવામાં આવેલા પાકોની ૧૭ જૈવ સંવર્ધિત વેરાઇટને પણ રાષ્ટ્રને સમર્પિત કરી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત આ કાર્યક્રમને સંબોધિત કરતાં વડાપ્રધાને કે, ભારતના ખેડૂત, કૃષિ વૈજ્ઞાનિક, આંગણવાડી-આશા કાર્યકર્તા, કુપોષણની વિરુદ્ધ આંદોલનનો આધાર છે. તેઓએ પોતાના પરિશ્રમથી જ્યાં ભારતના અન્ન ભંડાર ભરી રાખ્યા છે, બીજી તરફ અંતરિયાળ, ખૂબ જ ગરીબ સુધી પહોંચાડવામાં સરકારની મદદ પણ કરી રહ્યા છે.
પીએમ મોદીએ કે, આ તમામ પ્રયાસોથી ભારત, કોરોનાના આ સંકટ કાળમાં પણ કુપોષણની વિરુદ્ધ મજબૂત લડાઈ લડી છે. વડાપ્રધાને વર્લ્ડ ફુડ પ્રોગ્રામને ૨૦૨૦ના નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવાનો ઉલ્લેખ કરતાં તેમાં ભારતના યોગદાનનો ઉલ્લેખ કર્યો. તેઓએ તેમાં ભારતના પ્રશાસનિક સેવા અધિકારી બિનય રંજન સેનની ભૂમિકાથી સૌને અવગત કરાવ્યા. સેને એફએઓના મહાનિદેશક તરીકે ૧૯૫૬થી ૧૯૬૭ સુધી કામ કર્યું હતું. સેનના કાર્યકાળ દરમિયાન જ ડબલ્યુએઓની સ્થાપના કરવામાં આવી હતી. વડાપ્રધાને કે, એફએઓના વર્ડ્‌ ફુડ પ્રોગ્રામને આ વર્ષે નોબલ શાંતિ પુરસ્કાર મળવો પણ એક મોટી ઉપલબ્ધિ છે
અને ભારતને ખુશી છે કે તેમાં પણ આપણી ભાગીદારી અને અમારું જાેડાણ ઐતિહાસિક છે. પીએમ મોદીએ કે કુપોષણનો સામનો કરવા માટે વધુ એક અગત્યની દિશામાં કામ થઈ છે. દેશમાં એવા પાકોને પ્રોત્સાહન આપવામાં આવી છે જેમાં પૌષ્ટિક પદાર્થ- જેમ કે પ્રોટિન, આયરન, ઝિંક વગેરે વધુ હોય છે. આ કાર્યક્રમ સરકાર દ્વારા કૃષિ અને પોષણ ક્ષેત્રને આપવામાં આવેલા સર્વોચ્ચ પ્રાથમિકતાને સમર્પિત છે અને સાથોસાથ ભૂખ અને કુપોષણની સંપૂર્ણ પણે ખતમ કરવા માટે સરકારના સંકલ્પને દર્શાવે છે. આ કાર્યક્રમમાં દેશભરની આંગણવાડી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને જૈવિક તથા બાગાયતી અભિયાન સાથે જાેડાયેલા લોકો પણ સામેલ થયા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.