ભારતના આઈટી સાથે સંકળાયેલા લોકો માટે આવ્યાં રાહતના સમાચાર, ટ્રમ્પ સમયે લાગેલો પ્રતિબંધ થયો સમાપ્ત

Business
Business

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ગુરૂવારે વિદેશી શ્રમિકોના વીઝા, ખાસરૂપે એચ-1બી વીઝા, પર પ્રતિબંધોનો સમય પૂર્ણ કરી દીધી છે. તેની સાથે જ તેના પૂર્વવર્તી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરરફથી આ સંબંધોમાં જાહેર અધિસૂચના પૂર્ણ થઈ ગઈ છે. તેનાથી હજારો ભારતીય આઈટી સાથે સંબંધ ધરાવતા લોકોને ફાયદો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ટ્રમ્પે પાછલા વર્ષે કોવિડ-19 સંકટ અને દેશવ્યાપી લોકડાઉનની વચ્ચે એચ-1બી સહિત ઘણા અસ્થાઈ કે ગેર પ્રવાસી વિઝા શ્રેણીઓની અરજીકર્તાઓને અમેરિકામાં પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. ટ્રમ્પે દલીલ કરી હતી કે, આર્થિક ગતિવિધિઓમાં સુધાર દરમયાન આ વિઝા અમેરિકી શ્રમ બજાર માટે એક જોખમ છે.

તે બાદ આ અધિસૂચનાને 31 માર્ચ, 2021 સુધી વધારી દેવામાં આવી હતી. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડને એચ-1બી વીઝા ઉપર પ્રતિબંધ રાખવા માટે કોઈ નવી જાહેરાત કરી ન હતી. તેણે ટ્રમ્પની નીતિઓને ક્રુર ગણાવતા એચ-1બી વિઝા ઉપરથી પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કર્યો હતો. એચ-1બી વિઝા એક ગેર આપ્રવાસી વિઝા છે. જે અમેરિકી કંપનીઓ કેટલાક વ્યવસાયો માટે વિદેશી શ્રમિકોની નિયુક્તિની અનુમતિ આપે છે. જ્યાં સૈદ્ધાંતિક કે ટેકનિકલ વિશેષજ્ઞતાની જરૂરત રહે છે. આઈટી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દરવર્ષે હજારો કર્મચારીઓની નિયુક્તિ કરવા માટે આ વિઝા ઉપર નિર્ભર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.