એલપીજીના નવા દરો થયા જાહેર, સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી

Business
Business

નવી દિલ્હી, ૧ જુલાઈ એટલે કે આજે એલપીજી સિલિન્ડરના નવા દર જારી કરવામાં આવ્યા છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, ૧૪.૨ કિલોના એલપીજી સિલિન્ડર અને ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશની રાજધાની નવી દિલ્હીમાં રસોડામાં ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરની કિંમત ૧૧૦૩ રૂપિયા અને કોમર્શિયલ ઉપયોગના સિલિન્ડરની કિંમત ૧૭૭૩ રૂપિયા પર યથાવત છે.

આ સિવાય દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈમાં એલપીજી સિલિન્ડરની કિંમત ૧૧૦૨.૫૦ રૂપિયા અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ૧૭૨૫ રૂપિયા પર યથાવત છે. કોલકાતામાં એલપીજી સિલિન્ડરની કિંમત ૧૧૨૯ રૂપિયા પર સ્થિર છે. જ્યારે કોમર્શિયલ ઉપયોગના સિલિન્ડરની કિંમત ૧૮૭૫.૫૦ રૂપિયા છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, ચેન્નાઈમાં એક એલપીજી એલપીજી સિલિન્ડર ૧૧૧૮.૫૦ રૂપિયામાં વેચાઈ રહ્યો છે. જ્યારે કોમર્શિયલ રૂ.૧૯૩૭માં વેચાઈ રહી છે.

સરકારે કેટલાક મહિનાઓ દરમિયાન કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. ગયા મહિને જૂન દરમિયાન કોમર્શિયલ ઉપયોગના સિલિન્ડરની કિંમતમાં ૮૩ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો મે મહિનામાં પણ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો હતો અને એક સિલિન્ડરની કિંમત ૧૮૫૬.૫૦ રૂપિયા પર પહોંચી ગઈ હતી. અને એપ્રિલ દરમિયાન કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ૨૦૨૮ રૂપિયા હતી. માર્ચમાં તેની કિંમત સૌથી વધુ ૨૧૧૯.૫૦ રૂપિયા હતી.

જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ૧૭૬૯ રૂપિયા હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી એલપીજીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. માર્ચમાં એલપીજી સિલિન્ડરમાં ૫૦ રૂપિયાનો વધારો થયો હતો. તે જ સમયે, તે પહેલા, ગયા વર્ષે ૬ જુલાઈએ, એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. દેશની રાજધાની નવી દિલ્હીમાં માર્ચ સુધી એલપીજી સિલિન્ડરની કિંમત ૧૦૫૩ રૂપિયા હતી, જેમાં ૫૦ રૂપિયાનો વધારો થયો હતો અને હવે તે ૧૧૦૩ રૂપિયા પ્રતિ સિલિન્ડર વેચાઈ રહ્યો છે.

જો તમે એલપીજી સિલિન્ડરની કિંમત તપાસવા માંગો છો, તો તમે ઈન્ડિયન ઓઈલની સત્તાવાર વેબસાઈટhttps://iocl.com/prices-of-pªroleum-products પર જઈને ચેક કરી શકો છો. અહીં તમને ન્ઁય્ સિવાય અન્ય વસ્તુઓના અપડેટ્સ પણ મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.