જેકમાનો તાજ છીનવી મૂકેશ અંબાણી એશીયાના સૌથી ધનવાન બન્યા

Business
Business

‘ફોર્બ્સ’ મેગેઝીનમાં વિશ્વના અમીરોની યાદી જાહેર:ગૌતમ અદાણી ભારતના બીજા ક્રમના અમીર મહામારીમાં દેશમાં ધનવાનોની વસ્તી વધી

કોરોનાની પહેલી લહેર, બીજી લહેરમાં આમ આદમી ભલે ઘસાઈ ગયો હોય તેમ છતા આ મહામારીમાં ભારતના મૂડીપતિઓ વધુને વધુ આર્થિક રીતે ઉજળા થયા છે. ફોર્બ્સ મેગેઝીન અનુસાર ભારતમાં અબજોપતિઓની સંખ્યા વધીને 140 સુધી પહોંચી શકે છે.હવે દુનિયામાં ભારતથી વધુ અબજોપતિ માત્ર અમેરીકામાં છે. કારણ કે મુકેશ અંબાણીએ એશીયાના સૌથી ધનિકનો તાજ ચીનનાં જેકમા પાસેથી છીનવી લીધો છે. ફોર્બ્સની નવી યાદી મુજબ મુકેશ અંબાણી એશીયાના સૌથી ધનિક બન્યા છે. જયારે મુકેશ અંબાણી,દુનિયાનાં 10 માં નંબરનાં અમીર છે. તેમની કુલ નેટવર્થ 84.5 અબજ ડોલર છે. જયારે ગૌતમ અદાણી ભારતના બીજા ક્રમનાં અને દુનિયાનાં 24 ક્રમના ધનવાન બન્યા છે. તેમનું નેટવર્થ લગભગ 50.5 અબજ ડોલર છે. ફોર્બ્સની યાદીમાં એમેઝોનનાં ફાઉન્ડર અને સીઈઓ જેફ બેજોસ આજે પણ દુનિયાનાં નંબરવન અમીર છે તે સતત ચોથા વર્ષે પણ નંબર વન ધનવાન છે. તેમની કુલ નેટવર્થ 177 અબજ ડોલર છે.જયારે વિશ્ર્વમાં બીજા ક્રમે અમીર સ્પેસ એકસનાં ફાઉન્ડર એલન મસ્ક છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.