મુકેશ અંબાણીએ 728 કરોડ રૂપિયામાં ન્યૂયોર્કની હોટેલ ખરીદી
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ન્યૂયોર્કની પ્રિમિયમ લક્ઝરી હોટેલ મેન્ડેરિન ઓરિએન્ટલ ખરીદી હોવાની જાહેરાત કરી હતી. રિલાયન્સે 98.15 મિલિયન ડૉલર એટલે કે 728 કરોડ રૂપિયા આ હોટલ ખરીદી છે. ન્યૂયોર્કના અતિધનાઢય એવા પ્રિસ્ટિન સેન્ટ્રલ પાર્ક નજીક કોલંબિયા સર્કલ પાસે 2003માં આ હોટેલ બનાવવામાં આવી હતી. શેર બજારને આપેલી માહિતીમાં રિલાયન્સે કોલંબસ સેન્ટ્રલ કોર્પોરેશન સાથે હોટેલને ખરીદવા માટે કરાર કર્યા હોવાની જાણકારી આપી હતી. એક જ વર્ષમાં રિલાયન્સે આ બીજી હોટેલ ખરીદી છે. ગત એપ્રિલમાં કંપનીએ જેમ્સ બોન્ડની મૂવીમાં ચમકેલી યુકેની સ્ટોક પાર્ક હોટેલ ખરીદી હતી.