મુકેશ અંબાણી ભારત અને એશિયાના નંબર વન અમીર બન્યા

Business
Business

નવી દિલ્હી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણી ફરી એકવાર ભારતના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. આ દરમિયાન તેમણે ગૌતમ અદાણીને પાછળ છોડી દીધા છે, જેઓ લાંબા સમયથી આ ખિતાબ ધરાવતા હતા. વાસ્તવમાં, હિંડનબર્ગ રિપોર્ટ પ્રસિદ્ધ થયા પછી, અદાણીની સંપત્તિમાં ખૂબ જ ઝડપથી ઘટાડો થયો છે. હિંડનબર્ગે કથિત રીતે ગ્રુપ પર ઘણા મોટા આરોપો લગાવ્યા હતા, જેના પછી ગ્રુપના શેરને ઘણી અસર થઈ હતી.

હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ મુજબ, એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી વિશ્વભરના ટોચના ૧૦ અબજપતિઓની યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય છે. તેમની સંપત્તિમાં ૨૦ ટકાના ઘટાડા છતાં, અંબાણી$૮૨ િબલિયનની નેટવર્થ સાથે યાદીમાં ૯મું સ્થાન ધરાવે છે. આ દરમિયાન તેણે સતત ત્રીજા વર્ષે એશિયાના સૌથી અમીર વ્યક્તિનું બિરુદ પણ જાળવી રાખ્યું છે. રિલાયન્સે તાજેતરમાં આવકમાં ૧૭ ગણો જ્યારે નફામાં ૨૦ ગણો વધારો નોંધાવ્યો હતો. ભારતના સૌથી ધનિક લોકોની વાત કરીએ તો અંબાણી પછી અદાણી ૫૩ અબજ ડોલરની સંપત્તિ સાથે આ યાદીમાં બીજા સ્થાને છે.

સાયરસ પૂનાવાલા ૨૮ અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે શિવ નાદર અને તેમનો પરિવાર ઇં૨૭ બિલિયન સાથે ચોથા અને લક્ષ્મી મિત્તલ$૨૦ બિિલયન સાથે પાંચમા ક્રમે છે. રિપોર્ટમાં એ પણ નિર્દેશ કરવામાં આવ્યો છે કે જાન્યુઆરી ૨૦૨૩માં હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બહાર આવ્યો ત્યારથી અદાણીને દર અઠવાડિયે$૨૮ બિલિયન અથવા ૩,૦૦૦ કરોડનું નુકસાન થયું છે. જો કે આ દરમિયાન એમેઝોનના સ્થાપક જેફ બેઝોસને સૌથી વધુ નુકસાન થયું છે. અબજોપતિની અંગત સંપત્તિમાં$૭૦ બિલિયનનું નુકસાન થયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.