મારુતિ,ઓડી અને મર્સિડીઝ સહિતની કંપનીઓ આગામી જાન્યુઆરીથી ભાવવધારો કરશે

Business
Business

દેશની સૌથી વધુ કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ જાહેરાત કરી હતી કે તે આગામી જાન્યુઆરીથી તેના વાહનોના ભાવમાં વધારો કરશે. ઉત્પાદન ખર્ચ વધી ગયો હોવાથી તે ભાવમાં વધારો કરશે. મારુતિ ઉપરાંત લક્ઝુરી કાર ઉત્પાદક કંપનીઓ મર્સિડિઝ-બેન્ઝ અને ઓડીએ પણ ભાવવધારો કરવાની જાહેરાત કરી છે. જે બાબતે મારુતિએ કહ્યું હતું કે વિવિધ મોડેલ અનુસાર અલગ-અલગ ભાવવધારો લાગુ પડશે. છેલ્લાં એક વર્ષમાં વિવિધ ઈનપુટ ખર્ચ વધતા કંપનીના વાહનોનો ખર્ચ વધી ગયો છે. મારુતિએ અગાઉ ચાલુ કેલેન્ડર વર્ષમાં ત્રણવાર ભાવવધારો કર્યો છે. જાન્યુઆરી 2021માં 1.4 ટકા,એપ્રિલમાં 1.6 ટકા અને સપ્ટેમ્બરમાં 1.9 ટકાનો ભાવવધારો કર્યો હતો. આ રીતે સમગ્ર વર્ષ દરમિયાન તેણે 4.9 ટકાનો ભાવવધારો કર્યો હતો. બીજીતરફ મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયાએ કહ્યું છે કે તે જાન્યુઆરીથી તેના પસંદગીના કેટલાક મોડેલ પર 2 ટકા સુધીનો ભાવવધારો કરશે. ઓડીએ કહ્યું છે કે તે જાન્યુઆરીથી તેના તમામ મોડેલ પર 3 ટકા સુધીનો ભાવવધારો કરશે. આ બન્ને કંપનીઓએ પણ રો મટીરિયલના ભાવમાં વધારાને કારણે ઉત્પાદન ખર્ચ વધ્યો હોવાનું કારણ આપ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.