જીવન વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમ્સમાં વધારો થયો
જીવન વીમા કંપનીઓના નવા વેપાર મારફતના પ્રીમિયમ્સની આવક એપ્રિલમાં વાર્ષિક ધોરણે 84 ટકા વધીને રૂપિયા 17,939 કરોડ રહી હતી.જે ગયા વર્ષના એપ્રિલમાં રૂ.9739 કરોડ રહ્યો હતો.આમ લાઈફ ઈન્સ્યૂરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના નવા બિઝનેસ પ્રીમિયમ્સમાં 141 ટકાની વૃદ્ધિને કારણે આ વધારો જોવા મળ્યો છે.વર્તમાન વર્ષના એપ્રિલમાં એલઆઈસીના નવા બિઝનેસ પ્રીમિયમ્સ મારફતની આવક 11,716.70 કરોડ રહી હતી.એલઆઈસીની સરખામણીએ ખાનગી વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમ્સ મારફતની આવક 27.47 ટકા વધી રૂ.6222.91 કરોડ રહી હતી.