જુલાઈમાં ચીનની નિકાસમાં 18 ટકાનો વધારો થયો

Business
Business

વિશ્વના બીજા સૌથી મોટા અર્થતંત્ર ચીનમાં આર્થિક રિકવરી ઝડપી બની છે.જેમાં અનેક પ્રાંતોમાં લોકડાઉનને પગલે સ્થાનિક માંગ ઓછી રહેવા છતા ચીનનું ટ્રેડ સરપ્લસ જુલાઈમાં રેકોર્ડ ટોચે રહી હતી.ચીનની નિકાસ રેકોર્ડ ઊંચાઈએ પહોંચતા ટ્રેડ સરપ્લસ જુલાઈમાં વધી છે.ત્યારે ચીનના કસ્ટમ વિભાગે જાહેર કરેલા ડેટામાં જણાવ્યું હતું કે જુલાઈમાં નિકાસ એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીએ 18 ટકા વધીને 333 અબજ ડોલર થઈ હતી.તે જ સમયે જૂન,2022ની તુલનામાં નિકાસમાં 17.9 ટકાનો વધારો થયો છે.જોકે જુલાઈ,2022માં એક વર્ષ અગાઉની સરખામણીમાં આયાતનો આંકડો માત્ર 2.3 ટકા વધ્યો હતો.આમ દેશની આયાત 4 ટકા વૃદ્ધિના અર્થશાસ્ત્રીઓના અનુમાન કરતાં ઓછી રહી છે.આ આંકડો દર્શાવે છે ચીનમાં સ્થાનિક માંગ નબળી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.