જુલાઇમાં ઇંધણની માંગમાં ઘટાડો થયો

Business
Business

ભારતમા જુલાઇ મહિના દરમિયાન પેટોલ-ડીઝલ સહિત ઇંધણની કુલ માંગ 176.2 લાખ ટન નોંધાઇ છે,જે વાર્ષિક તુલનાએ 6.1 ટકા વધુ છે પરંતુ જૂનના 186.8 લાખ ટનની સરખામણીએ 5.7 ટકા ઓછી છે.ત્યારે ઓઇલ મંત્રાલય હસ્તક હેઠળના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (પીપીએસી) દ્વારા ઇંધણની વપરાશના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.જેમાં જૂન મહિનાની તુલનાએ જુલાઇમાં ઇંધણની માંગ નરમ છે.આ સિવાય ડોલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયે ખાબકતા ક્રૂડ ઓઇલની પડતર મોંઘી થઇ રહી છે જેની સીધી અસર સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલ,કુદરતી ગેસ સહિતના ઇંધણોની કિંમત સતત વધી રહી છે.જુલાઇમાં ગેસોલિન એટલે કે પેટ્રોલનું વેચાણ વાર્ષિક તુલનાએ 6.8 ટકા વધીને 28.1 કરોડ ટન થયુ છે.જેમાં જૂનની સરખામણીએ વેચાણ ઘટ્યુ છે.જ્યારે રાંધણ ગેસનું વેચાણ 1.7% વધીને 24.1 કરોડ ટન અને નેપ્થાનું વેચાણ 6.2% ઘટીને 11.4 કરોડ ટન નોંધાયુ છે.ડામરનું વેચાણ 1.4 ટકા વધ્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.