
જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપની યુ.એસ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવશે
બેબી પાઉડરથી કેન્સર ફેલાવવાના કેસમાં 38,000 કેસ અને હજારો કરોડ ડોલરના વળતરનો સામનો કરી રહેલી અમેરિકન ફાર્મા કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સન આગામી સમયમાં બચવા માટે સુપ્રીમ કોર્ટમા જશે.જેમાં તે યુ.એસ સુપ્રીમ કોર્ટને પોતાના યુનિટ એલટીએલ મેનેજમેન્ટને નાદાર જાહેર કરવા માટે વિચારણા કરવા કહેશે. તેના આવા જ એક પ્રયાસને યુએસ કોર્ટ ઓફ અપીલ્સ દ્વારા જાન્યુઆરીમાં ફગાવી દેવામાં આવ્યો છે અને તેના પર પુનઃવિચાર માટેની અપીલ પણ સર્વસંમતિથી ફગાવી દેવામાં આવી છે જે અંગે ફિલાડેલ્ફિયા કોર્ટે કહ્યું હતું કે એલટીએલ મેનેજમેન્ટ ન તો નાણાકીય રીતે મુશ્કેલીમાં છે અને ન તો કંપનીને નાદાર જાહેર કરવી તે કાયદેસર રીતે યોગ્ય રહેશે.