જિયોએ 1000 શહેરોમાં 5જી કવરેજનું આયોજન પૂર્ણ કર્યું

Business
Business

દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની જિયોએ 1,000 શહેરોમાં 5જી કવરેજનું આયોજન પૂર્ણ કર્યું છે.આમ ભારતની અત્યારસુધીની સૌથી મોટી હરાજીમાં 1.5 લાખ કરોડ રૂપિયાની વિક્રમી બીડ મળી હતી,જેમાં વેચાયેલી તમામ એરવેવ્સમાંથી મુકેશ અંબાણીની જિયોએ લગભગ અડધી એરવેવ્ઝ મેળવી હતી.રિલાયન્સ જિયો ટોચની બીડર હતી અને તેણે 4G કરતાં લગભગ 10 ગણી ઝડપી,લેગ-ફ્રી કનેક્ટિવિટી ઓફર કરવા સક્ષમ પાંચ બેન્ડમાં 24,740 MHz એરવેવ્સ માટે રૂ.88,078 કરોડની કુલ બોલી લગાવી હતી અને આ એરવેવ્ઝ થકી જિયો અબજો કનેક્ટેડ ઉપકરણોને રિયલ ટાઇમ ડેટા શેર કરવા સક્ષમ કરી શકે છે.જિયોએ બહુચર્ચિત 700 MHz સ્પેક્ટ્રમ પણ હસ્તગત કર્યું છે,જે એક ટાવર સાથે 6-10 કિલોમીટરની સિગ્નલ રેન્જ પૂરી પાડી શકે છે અને દેશના તમામ 22 સર્કલ અથવા ઝોનમાં પાંચમી પેઢીની સેવાઓ પ્રદાન કરવા માટે મજબૂત આધાર તૈયાર કરી લીધો છે.આમ જિયોએ 6Gમાં સંશોધન અને સ્ટાન્ડર્ડાઇઝેશનને વેગ આપવા માટે વિશ્વના પ્રથમ મોટા 6G સંશોધન કાર્યક્રમના અગ્રણી એવી ફિનલેન્ડની ઓલુ યુનિવર્સિટી સાથે પણ હાથ મિલાવ્યા છે.જેમાં કંપનીએ ઓગમેન્ટેડ રિયાલિટી,વર્ચ્યુઅલ રિયાલિટી,લો-લેટન્સી ક્લાઉડ ગેમિંગ,નેટવર્ક સ્લાઇસિંગ અને વીડિયો ડિલિવરી,ટીવી સ્ટ્રીમિંગ,કનેક્ટેડ હોસ્પિટલ્સ અને ઇન્ડસ્ટ્રિયલ એપ્લિકેશન્સ માટે મલ્ટી-ટેનન્સીથી લઈને 5જી ઉપયોગના આયામોના સક્રિય ટ્રાયલ હાથ ધર્યા છે.આમ ટેલિકોમ વિભાગના જણાવ્યા અનુસાર 5જી ટેક્નોલોજી 4G કરતા 10 ગણી વધુ સારી ડાઉનલોડ સ્પીડ અને ત્રણ ગણી વધારે સ્પેક્ટ્રમ કાર્યક્ષમતા પ્રદાન કરે તેવી અપેક્ષા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.