એલન મસ્કને પાછળ રાખી જેફ બેજોસ ફરી વિશ્વના સૌથી અમીર બન્યા

Business
Business 58

એલન મસ્કને એક દી’માં 15.2 અબજ ડોલરનું નુકશાન

એમેઝોનના જેફ બેઝોસ ફરી એકવાર દુનિયાના સૌથી અમીર બની ગયા છે. તે ઈલેકટ્રીક કાર કંપની ટેસ્લા અને સ્પેસ એકસના સીઈઓ એલન મસ્કને પાછળ રાખીને આ મુકામ પર પહોંચ્યા છે. આ વર્ષે મસ્ક બે વાર બેજોસને પછાડીને નંબર વન અમીર બન્યા હતા. બ્લુમ બર્ગ બિલિયોનસ્ડ ઈન્ડેક્ષ અનુસાર બેજોસ 186 અબજ ડોલરની નેટવર્થ સાથે દુનિયાના અમીરોની યાદીમાં નંબર વન પર છે. મસ્કની કંપની ટેસ્લાના શેરોમાં સોમવારે 8.55 ટકાનો ઘટાડો થયેલો. તેથી મસ્કની નેટવર્થમાં એક દિવસમાં 15.2 અબજ ડોલરનું નુકશાન થયું હતું. જયારે મુકેશ અંબાણી એક સ્થાન પાછળ હટયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.