6 કરોડથી વધુ લોકોના ખાતામાં આવશે પૈસા, કેન્દ્ર સરકાર લઇ શકે છે મોટો નિર્ણય

Business
Business

પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરનારા કરોડો લોકોને જલદી EPFOથી ગિફ્ટ મળવાની છે. PF પર મળનારું વ્યાજ ઓછું થવાના કારણે તે ડિસેમ્બર પહેલા જ આપવામાં આવી શકે છે. હવે ફક્ત નાણા મંત્રાલયની મહોર લાગવાની બાકી છે. અત્યારે PF પર 43 વર્ષમાં સૌથી ઓછું વ્યાજ મળી રહ્યું છે. નાણા મંત્રાલય તરફથી જલદી મંજૂરી મળશે તેવી આશા કરવામાં આવી રહી છે.

દશેરા-દિવાળી પહેલા વ્યાજના પૈસા ક્રેડિટ કરી શકે છે

મંજૂરી મળ્યા બાદ ગમે ત્યારે EPFOના મેંબર્સના PF ખાતામાં વ્યાજ ક્રેડિટ કરવામાં આવી શકે છે. સમાચાર પ્રમાણે સરકાર આગામી મહિનાના અંત સુધી એટલે કે 30 જૂનથી પહેલા ક્યારેય પણ PF ખાતાધારકોને વ્યાજના પૈસા ટ્રાન્સફર કરી શકે છે. તો કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, EPFO દશેરા-દિવાળીની ફેસ્ટિવ સીઝન પહેલા વ્યાજના પૈસા ક્રેડિટ કરી શકે છે.

વ્યાજના દર ઓછા હોવાથી જલદી PF પરનું વ્યાજ ક્રેડિટ કરશે

જો કે આ વિશે ના તો EPFO તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું છે કે, ના તો સરકારે કોઈ જાહેરાત કરી છે. સામાન્ય રીતે વર્ષના અંતમાં PFનું વ્યાજ ક્રેડિટ કરવામાં આવે છે. આ વખતે વ્યાજ ઓછું થવાના કારણે માનવામાં આવી રહ્યું છે કે EPFO ક્રેડિટ કરવા માટે ડિસેમ્બર સુધી રાહ નહીં જુએ. આનાથી EPFOના સાડા 6 કરોડથી વધારે સબ્સક્રાઇબર્સને ફાયદો મળશે.

અનેક દાયકાના સૌથી નીચેના સ્તર પર PF પર મળનારું વ્યાજ

હાલમાં PF પર મળનારા વ્યાજના દર અનેક દાયકાના સૌથી નીચેના સ્તર પર છે. EPFOએ 2021-22 માટે PFના વ્યાજના દરો 8.1 ટકા નક્કી કર્યા હતા. આ 1977-78 બાદ PF પર વ્યાજના સૌથી ઓછા દર છે. આ પહેલા 2020-21માં PF પર 8.5 ટકાના દરે વ્યાજ મળી રહ્યું હતું. ફિસ્કલ યર 2020-21માં PFના વ્યાજના દરોમાં કોઈ બદલાવ નહોતો કરવામાં આવ્યો. આનાથી ઠીક એક વર્ષ પહેલા 2019-20માં આ વ્યાજ દરોને 8.65 ટકાથી ઘટાડીને 8.5 ટકા કરવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.