ઈન્ટેલ કેપિટલ જિયો પ્લેટફોર્મ્સમાં 1894 કરોડ રૂપિયાનું રોકાણ કરશે, રોકાણ કરનારી 11મી કંપની; 0.39% હિસ્સા માટે થઈ પાર્ટનરશીપ

Business
Business

અમેરિકાની કંપની ઈન્ટેલ કોર્પોરેશનનું ઈન્વેસ્ટમેન્ટ આર્મ ઈન્ટેલ કેપિટલ જિયો પ્લેટફોર્મ્સમાં 1894.50 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણથી ઈન્ટેલ કેપિટલનો જિયો પ્લેટફોર્મ્સમાં 0.39 ટકા હિસ્સો થશે. આ માહિતી શુક્રવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)એ આપી છે.

RILએ આપેલા નિવેદન મુજબ ઈન્ટેલ કેપિટલની સાથે આ ઈન્વેસ્ટમેન્ટ પાર્ટનરશીપ જિયો પ્લેટફોર્મ્સના 4.91 લાખ કરોડ રૂપિયાની ઈક્વિટી વેલ્યુ પર થઈ છે. જિયો પ્લેફોર્મ્સની એન્ટપ્રાઈસ વેલ્યુ 5.16 લાખ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ રોકાણ દ્વારા ઈન્ટેલ કેપિટલને જિયો પ્લેટફોર્મ્સનો 0.39 ટકા હિસ્સો ફુલી ડાયલુટિડ આધાર પર આપવામાં આવશે.

RILએ જિયો પ્લેટફોર્મ્સના હિસ્સાના વેચાણથી 1,17,588.45 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. આ રકમ 11 કંપનીઓના 12 રોકાણ દ્વારા એકત્રિત કરવામાં આવી છે. તેમાં સૌથી મોટું રોકાણ ફેસબુકનું છે. ફેસબુકે જિયો પ્લેટફોર્મ્સમાં 9.99 ટકા હિસ્સા માટે 43,573.62 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. RILને અત્યાર સુધીમાં જિયો પ્લેટફોર્મ્સથી 25.09 હિસ્સા માટે રોકાણ મળ્યું છે.

ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા ઈક્વિટી, જનરલ એટલાન્ટિક, કેકેઆર, મુબાદલા, અબૂધાબી ઈન્વેસ્ટમેન્ટ, ટીપીજી, એલ કેટરટન, પીઆઈએફ, ઈન્ટેલ કેપિટલ

જિયો પ્લેટફોર્મ્સ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની ડિજિટસ સબસિડિયરી છે. આ કંપની RIL ગ્રુપના ડિજિટલ બિઝનેસ એસેટ્સ જેવા કે રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડ, જિયો એપ્સ અને હેપ્ટિક, રિવાયર, ફાઈન્ડ, નાઉફ્લોટ્સ, હેથવે અને ડેન સહિત ઘણી અન્ય એન્ટીટીમાં રોકાણનું સંચાલન કરે છે.

ઈન્ટેલ કોર્પોરેશન વિશ્વમાં સારી કમ્પ્યુટર ચીપ બનાવવા માટે જાણીતી છે. ઈન્ટેલ કેપિટલ ઈનોવેટિવ કંપનીઓમાં વિશ્વ સ્તરે રોકાણ કરવાની સાથે કલાઉડ કમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને 5જી જેવા ક્ષેત્રોમાં કામ કરે છે, જ્યાં જિયો કાર્યરત છે. ઈન્ટેલ છેલ્લા 20 વર્ષ કરતા વધુ સમયથી ભારતમાં કામ કરી રહી છે. ઈન્ટેલમાં બેંગલુરુ અને હૈદરાબાદમાં હજારો કર્મચારીઓ કામ કરી રહ્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.