
ભારતની જીડીપી પ્રથમવાર 350 લાખ કરોડને પાર થઈ
ગયા નાણાકીય વર્ષમા ભારતનું જીડીપી પ્રથમવાર 350 લાખ કરોડને વટાવી ગયું છે.જે અંગે વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે જણાવ્યું હતું કે ભારત આગામી કેટલાક વર્ષોમાં સૌથી ઝડપથી વિકસતું જી-20 અર્થતંત્ર બનશે.પરંતુ તેમાં કેટલાક સુધારાની જરૂર પડશે.જેમા વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર વર્ષ 2021માં ભારતીય જીડીપી 263.5 લાખ કરોડ હતી.જેમા બ્યુરોક્રેસી વિવિધ લાઇસન્સ મેળવવા અને વ્યવસાયો સ્થાપવાની પ્રક્રિયાને ધીમી કરી શકે છે.તે પ્રોજેક્ટની અવધિ અને ખર્ચમાં વધારો કરી શકે છે.મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે જણાવ્યું હતું કે નિર્ણય લેવામાં વિલંબથી ભારતમાં વિદેશી રોકાણની ગતિમાં સીધો ઘટાડો થશે.ત્યારે ભારત એશિયા-પેસિફિકના અન્ય વિકાસશીલ અર્થતંત્રો જેમ કે ઈન્ડોનેશિયા અને વિયેતનામ સાથે મજબૂત સ્પર્ધામાં છે.જીડીપીએ અર્થતંત્રને ટ્રૅક કરવા માટે ઉપયોગમાં લેવાતા સૌથી સામાન્ય સૂચકાંક છે.જીડીપી ચોક્કસ સમયગાળા દરમિયાન દેશની અંદર ઉત્પાદિત તમામ માલસામાન અને સેવાઓનું મૂલ્ય દર્શાવે છે.