ભારતમાં વર્ષ 2030 સુધી ઈંધણ દ્વારા ચાલતા વ્હિકલનું સ્થાન ઈલેક્ટ્રિક વ્હિકલ લેશે

Business
Business

દેશની અગ્રણી ઓટો ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ નિવેદન આપ્યુ છે કે,આ દાયકાના અંત સુધીમાં દેશમાં ઇલેક્ટ્રિક વાહનનું વેચાણ ઈંધણ સંચાલિત વાહનો કરતા વધુ થશે.જે રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તકનીકીમાં સુધારો થઈ રહ્યો છે અને ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થઈ રહ્યો છે તેને જોતા કંપનીને અપેક્ષા છે કે સરકારની સહાયથી થોડાવર્ષોમાં ઇલેક્ટ્રિક વાહનના ભાવ ઈંધણ આધારિત વાહનોની સમકક્ષ હશે.

જોકે સરકાર ખર્ચ ઘટાડવામાં મદદ કરી શકે છે,પરંતુ ભારતના ધનિક લોકોની કાર પર સબસિડી આપવી મુશ્કેલ છે.આપણે શક્ય તેટલી વહેલી તકે તકનીકીને વેગ આપવાની જરૂર છે.ત્યારે સરકારે ઇલેક્ટ્રિક વાહન માટે માળખાગત વિકાસમાં મહત્વની ભૂમિકા નિભાવવી પડશે.તકનીકીના ક્ષેત્રમાં,ચાર્જ કરવાનો સમય અને ત્રણથી પાંચ વર્ષમાં,આપણી પાસે ભારતમાં આધુનિક ઇલેક્ટ્રિક પ્લેટફોર્મ હશે.

ઇન્ટરનલ કમ્બશન એન્જિનવાળી કાર બજારમાંથી બહાર થશે.વર્ષ 2030ના દાયકાની શરૂઆતમાં ઇલેક્ટ્રિક વાહનોએ આઈસીઈ એન્જિન ધરાવતા વાહનોના વેચાણોમાં ઘટાડો કર્યો છે.મહિન્દ્રા હાલમાં મોટા એસયુવી અને પીકઅપ ટ્રક્સ પર ધ્યાન આપી રહી છે.ત્યારે લોકો હવે પ્રકૃતિની નજીક આવવા માંગે છે ત્યારે હવે એસયુવી શ્રેષ્ઠ વિકલ્પ છે.વિશ્વની સૌથી મોટી મોટરસાયકલો અને સ્કૂટર્સ બનાવતી હિરો મોટોકોર્પ પણ આ દિશામાં આગળ વધી છે.

જયપુર અને જર્મનીમાં હિરો મોટોકોર્પના રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર્સ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ અને મોટરસાયકલો બનાવવા તરફ ખૂબ જોરશોરથી કામ કરી રહ્યા છે.આમ કંપનીએ ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર મેન્યુફેક્ચરિંગમાં પણ સાહસ કર્યું છે અને તેણે બેંગ્લોર સ્થિત ઇલેક્ટ્રિક સ્કૂટર સ્ટાર્ટઅપ કંપની ઇથર એનર્જીમાં રોકાણ કર્યું છે.આમ ડ્રાઇવિંગ રેંજમાં પહેલા કરતાં મોટા પ્રમાણમાં સુધારો નોંધાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.