મહિનામાં 8મી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો

Business
Business

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલો સતત વધારો અટકવાનું નામ જ નથી લેતો.ત્યારે સરકારી ઓઈલ કંપનીઓએ 23 જાન્યુઆરીએ સતત બીજા દિવસે ઈંધણના ભાવમાં વધારો કર્યો છે.ઓઈલ કંપનીઓના ભાવવધારા પછી અમદાવાદમાં લિટર દીઠ પેટ્રોલનો ભાવ રૂ. 83.07 અને ડિઝલનો ભાવ 81.68 થઈ ગયો છે. અમદાવાદમાં આ ભાવ ઓલટાઈમ હાઈ નોંધાયો છે.

જ્યારે રાજસ્થાન પેટ્રોલની કિંમત રૂ.100ની નજીક પહોંચી ગઈ છે.ભોપાલમાં લિટરદીઠ પેટ્રોલની કિંમત 93.56 અને મુંબઈમાં લિટરદીઠ પેટ્રોલની કિંમત રૂ. 92.28 થઈ ગઈ છે.આમ જાન્યુઆરીમાં અત્યારસુધીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 8 વખત વધારો થઈ ચૂક્યો છે.

બીજીબાજુ, દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ. 85.70 અને ડીઝલનો ભાવ રૂ. 75.88 લિટરદીઠ થઈ ગયો છે.ડીઝલના ભાવમાં 26 પૈસા અને પેટ્રોલના ભાવમાં 25 પૈસાનો વધારો થયો છે.ત્યારે રાજસ્થાનના ગંગાનગર વિસ્તારમાં પેટ્રોલની કિંમત રૂ.97.50 લિટરદીઠ થઈ ગઈ છે.ડીઝલના ભાવ રૂ. 88.91 પ્રતિ લિટર થઈ ગયા છે.જયપુરમાં પેટ્રોલની કિંમત રૂ. 93.20 થઈ ગઈ છે.જો પેટ્રોલના ભાવ આ રીતે જ વધતા ગયા તો ટૂંકસમયમાં જ અહીં કિંમત રૂ. 100 થઈ શકે છે.આમ જાન્યુઆરીમાં અત્યારસુધી પેટ્રોલમાં રૂ. 1.99 અને ડિઝલ રૂ. 2.01 મોંઘુ થયું છે.
જાન્યુઆરીમાં અત્યાર સુધી 8 વખત પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે.રોજ સવારે 6 વાગે નક્કી થાય છે પેટ્રોલ-ડિઝલનો ભાવ જેમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા પછી રોજ પેટ્રોલ-ડિઝલના ભાવ નક્કી કરે છે.ઈન્ડિયન ઓઈલ,ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સંશોધન કરીને નવો ભાવ જાહેર કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.