રાંધણગેસ સિલીન્ડરમાં ફરી રૂ. ૫૦નો ભાવ વધારો

Business
Business

પોરબંદર, આવનારા દિવસોમાં જ જન્માષ્ટમી, નવરાત્રી, દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે સામાન્ય પરિવાર માટે વાનગીઓ અને રસોઈ બનાવવી વધુ મોંઘી થશે. એક તરફ કોરોના મહામારીને કારણે ઉદભવેલી મંદી માંથી વેપારીઓ, માછીમારો સહિતના વ્યાવસાયિકો પસાર થઈ રહ્યા હતા અને જનજીવન મંદી માંથી બહાર આવવા થાળે પડી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારે વધુ એક વખત તહેવાર પૂર્વે જ રાંધણગેસના સિલિન્ડરમાં કમરતોડ રૂ. ૫૦નો ભાવ વધારો ઝીંકી દેતા ગરીબ વર્ગ કે જે ટકે ટકનું કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને શ્રમિક તેમજ મધ્યમ વર્ગ કે જેઓ સામાન્ય નોકરી કરી પોતાના પરિવારજનોનું પેટીયુ રળે છે તેવા પરિવારજનોની સ્થિતિ કફોડી બની ગઈ છે. ૬ ઓક્ટોબરથી ૨૧ માર્ચ ૨૦૨૨ સુધી રાંધણગેસ સિલિન્ડરના ભાવ સ્થિર થયા હતા,

બાદ ૨૨ માર્ચના રોજ ૫૦નો વધારો કરાયો હતો.ભાવ રૂ. ૯૨૧ હતો. બાદ ફરી ૫૦નો વધારો ઝીંકી દેતા ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. ૯૭૧એ પહોંચ્યો હતો. તા. ૭ મેના રોજ ફરી ૫૦નો વધારો થયો હતો અને બાદ તા. ૧૯ મેં ના રોજ ૩.૫૦નો વધારો થતાં ભાવ રૂ. ૧૯૨૪.૫૦એ પહોંચ્યો છે. બાદ તા. ૬ જુલાઈના રૂ. ૫૦ નો વધારો ઝીંકી દેતા પોરબંદરમાં રાંધણગેસના સિલિન્ડરનો ભાવ રૂ. ૧૦૭૪.૫૦એ પહોંચ્યો છે. આમ ૨૦૩.૫૦ રૂપિયાનો ભાવ વધારો થયો છે. કેન્દ્ર સરકારે રાંધણગેસના સિલિન્ડરમાં રૂ. ૫૦નો વધારો કરી દેતા પોરબંદરમાં ગેસ સિલિન્ડરનો ભાવ ૧૦૭૪.૫૦ રૂપિયા થયો છે ત્યારે મહિલાઓએ જણાવ્યું હતુંકે,

મોંધવારીને કાબુમાં લેવા પ્રયાસ કરવાને બદલે ભાવ વધાર્યા છે. મોંધવારીને અંકુશમાં લેવાની જરૂર છે. તહેવાર પૂર્વે જ બહેનોને રાંધણગેસના સિલિન્ડરમાં ૫૦ રૂપિયા ભાવ વધારા રૂપી ભેટની આશા રાખી ન હતી. તમામ જીવન જરૂરિયાતની ચીજાેના ભાવ અંકુશમાં લાવવા મહિલાઓએ રોષભેર માંગ કરી છે.સરકાર દ્વારા રાંધણગેસ સિલિન્ડરમાં ફરી રૂ. ૫૦નો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. તહેવાર પૂર્વે જ ભાવ વધારતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. પોરબંદરમાં રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ ૧૦૭૪.૫૦ રૂપિયાએ પહોંચ્યો છે.જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓના ભાવમા દિવસે ને દિવસે ભાવ વધી રહ્યા છે. ગરીબ અને મધ્યમવર્ગનું બજેટ ખોરવાઈ રહ્યું છે. આવા સંજાેગોમાં સરકારે રાંધણ ગેસ સિલિન્ડરમા રૂ. ૫૦નો ભાવ વધારો ઝીંકી દીધો છે. પોરબંદરમાં રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. ૧૦૭૪.૫૦ એ પહોંચ્યો છે. જે કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.