લોકડાઉનમાં છૂટછાટ બાદ ગુજરાતમાં ૨૭૦૦ ફેક્ટરીઓમાં ૪.૬૭ લાખથી વધુ કામદારો કામ પર પરત ફર્યા

Business
Business

રખેવાળ, અમદાવાદ
કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લોકડાઉનમાં છૂટછાટ અપાય બાદથી ગુજરાતમાં ૨૦ એપ્રિલથી અત્યાર સુધીમાં ૧૨,૭૬૮ ફેકટરીઓએ ફરીથી કામગીરી ચાલુ કરી છે અને તેમાં ૪.૬૭ લાખથી વધુ કામદારો પુનઃ કામ પાર જોડાયા છે. રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગના નેજા હેઠળ કામ કરતી સંસ્થા, ધ ડિરેકટોરોટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ (DISH), સંબંધિત જીલ્લા વહિવટી તંત્રો સાથે ઘનિષ્ઠ સંપર્ક કરી ફેકટરીઓ ફરી ચાલુ કરાવવાની તથા કામગીરી શરૂ કરવાની મંજૂરીઓ આપી રહી છે.

શ્રમ વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું કે, આ ફેકટરીઓમાં આવશ્યક તેમજ બિન-આવશ્યક ચીજો સાથે સંકળાયેલી ફેકટરીઓનો સમાવેશ થાય છે. ધ ડિરેકટોરોટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, એ બાબતની ખાત્રી રાખી રહ્યું છે કે ગૃહ વિભાગે સૂચવેલાં સલામતીનાં ધોરણો તથા સાવચેતીઓનુ કડક પાલન કરવામાં આવે. કેન્દ્ર સરકારે અગાઉ મૂકેલા કેટલાક પ્રતિબંધો હળવા કરવાને કારણે અમને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં પરિસ્થિતિમાં વધુ સુધારો થશે અને નજીકના ભવિષ્યમાં મોટાભાગના કામદારો કામ ઉપર પાછા આવી જશે.

DISHના આંકડા અનુસાર વલસાડની ૧,૭૩૫ ફેકટરીઓમાં ૯૧,૦૦૦ કામદારો કામ કરી રહ્યા છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. તે પછીના ક્રમે ભરૂચની ૧,૮૨૫ ફેકટરીઓમાં ૫૯,૫૦૦ કામદારો કામ કરી રહ્યા છે. અમદાવાદની ૬૨૯ ફેકટરીઓમાં લગભગ ૩૫,૦૦૦ કામદારો કામ પર પાછા ફર્યા છે, જ્યારે સુરતનાં ૩૫૧ એકમોમાં આશરે ૩૩,૦૦૦ કામદારો કામ કરી રહ્યા છે. આંકડા દર્શાવે છે કે ગાંધીનગરમાં ૩૧,૪૦૦, રાજકોટ ૨૮,૭૦૦, ભાવનગર ૨૪,૦૦૦, વડોદરા અને પંચમહાલમાં આશરે ૧૯,૦૦૦ અને જામનગરમાં ૧૮,૪૦૦ કામદારો કામ ઉપર જોડાયા છે.

શ્રમ અને રોજગાર વિભાગે હાથ ધરેલા સંપર્ક કાર્યક્રમના પરિણામ તરીકે, ૩૨,૦૭૨ ફેકટરીઓ અને વાણિજયિક એકમોએ ૧૩.૪૭ લાખથી વધુ કામદારોને રૂ. ૨,૩૦૯ કરોડ વેતન પેટે ચૂકવી દીધા છે. મિત્રા વધુમાં જણાવે છે કે અમે રાજ્યોમાં હજારો ફેકટરી માલિકોનો સંપર્ક કરીને કામદારોને સમયસર અને પૂરતુ વેતન ચૂકવાય તેની ખાત્રી રાખી છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.