HDFC બેંકે લોનના વ્યાજદરમાં વધારો કર્યો

Business
Business

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગત સપ્તાહે વ્યાજદર વધારાની હેટ્રિક લગાવ્યા બાદ અનેક બેંકોએ તાત્કાલિક લોનના રેટ વધાર્યા છે.જેમાં દેશની સૌથી મોટી ખાનગી બેંકે પણ આરબીઆઈના વ્યાજદર વધારાની હેટ્રિક સાથે તમામ લોન પર વ્યાજદર વધાર્યા છે.ત્યારબાદ ખાનગી બેંક HDFC બેંકે લોનના વ્યાજદરમાં વધારો કર્યો છે.જેમાં બેંકે લોન પર 5-10 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે.HDFC બેંકે તમામ લોનની મુદત માટે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ આધારિત લેન્ડિંગ રેટ (MCLR)માં 5-10 બેસિસ પોઈન્ટ્સ (bps)નો વધારો કર્યો છે.જે વધારો આજથી તાત્કાલિક અસરથી લાગુ થશે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટના વધારાની જાહેરાત બાદ તમામ બેંકો વ્યાજદર વધારી રહી.ઓગસ્ટમાં મળેલી RBIની MPCની બેઠકમાં મોંઘવારી પર અંકુશ લાવવાના હેતુથી વ્યાજદર વધારાની સાથે મોનિટરી પોલિસીના સ્ટેન્ડમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો.આમ સેન્ટ્રલ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે 5 ઓગસ્ટના રોજ સમાપ્ત થયેલ મોનેટરી પોલિસી કમિટીની બેઠકના નિર્ણયો જાહેર કરતા કહ્યું કે આરબીઆઈએ રેપોરેટમાં 0.50 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.આ વધારા બાદ રેપો રેટ વધીને 5.40 ટકા થયો છે.આરબીઆઈએ આ વર્ષે સતત ત્રીજી વખત રેપોરેટમાં વધારો કર્યો છે.આમ RBIએ અગાઉ મે 2022માં રેપો રેટમાં આકસ્મિક 0.50 ટકાનો વધારો કર્યો હતો,જ્યારે જૂન 2022ની MPC બેઠકમાં 0.40 ટકાનો વધારો કરતા મે મહિનાથી રેપો રેટમાં કુલ 1.40 ટકાનો વધારો થયો છે અને રેપોરેટ છેલ્લા અઢી વર્ષમાં સૌથી વધુ થયો છે.આ વધારા સાથે તમારી હોમ લોન,કાર લોન અને પર્સનલ લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.