કેન્દ્રીય કર્મચારીઓ માટે આવ્યા મોટા ખુશખબર! મોંઘવારી ભથ્થું વધીને થશે આટલું; જાણો..
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા ખુશખબર આવ્યા છે. એક જુલાઈ 2023થી લાગૂ થનારા મોંઘવારી ભથ્થાનો ઈન્તેજાર જલદી ખતમ થવાનો છે. સપ્ટેમ્બરના અંતમાં સરકાર તરફથી તેની જાહેરાત થઈ શકે છે. AICPI ઈન્ડેક્સના નંબરથી સ્પષ્ટ સંકેત મળ્યો છે કે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે. પરંતુ એ સરકાર નક્કી કરે છે અને કેબિનેટમાંથી મંજૂરી મળ્યા બાદ તેને નિર્ધારિત કરાય છે. હાલમાં થોડી અસમંજસની સ્થિતિ પેદા થઈ હતી. કેટલાક રિપોર્ટ્સમાં મોંઘવારી ભથ્થા (DA) અંગે દાવો કરાયો કે તેમાં 3 ટકાનો વધારો થશે. એટલે કે હાલ મોંઘવારી ભથ્થાનો જે દર 42 ટકા છે તે વધીને 45 ટકા થઈ જશે પરંતુ આ દાવામાં કોઈ દમ દેખાતો નથી. જાણો કેમ?
હકીકતમાં મોંઘવારી ભથ્થું (DA) ઓલ ઈન્ડિયા કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI) ના મંથલી નંબર્સના આધારે નક્કી થાય છે. જુલાઈ 2023થી લાગૂ થનારા મોંઘવારી ભથ્થાના નંબર જાન્યુઆરીથી જૂનમાં આવેલા AICPI ઈન્ડેક્સના આધારે નક્કી થાય છે. જો છ મહિનાના નંબરના ટ્રેન્ડને જોઈએ તો એ નક્કી છે કે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થઈ શકે છે. એકવાર નીચે અપાયેલી ગણતરી ચેક કરી લો. આવામાં 3 ટકાનો વધારો થવાની વાત ખોટી લાગે છે. જો કે અંતિમ નિર્ણય સરકારનો હોય છે. પરંતુ એ પણ જ્યાં સુધી કેબિનેટનું અપ્રુવલ મળે ત્યારે. ત્યાં સુધી કઈ પણ કહેવું ઉતાવળભર્યું રહેશે.
તાજેતરમાં રિપોર્ટ આવ્યો હતો કે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનું રિવિઝન થશે. પરંતુઆ 3 ટકાની ગણતરી ક્યાંથી આવી તેની પાછળનું કારણ સ્પષ્ટ નથી. ગણતરી જોઈએ તો કન્ફર્મ છે કે આ વખતે પણ 4 ટકાનો ઉછાળો મોંઘવારી ભથ્થામાં જોવા મળશે.
એક્સપર્ટ્સનું માનીએ તો જુલાઈ 2023માં મોંઘવારી ભથ્થું 4 ટકાથી ઓછું નહીં વધે. તેની પાછળનું લોજિક એ છે કે પ્રાઈસ ઈન્ડેક્સ રેશ્યોમાં જે મુવમેન્ટ જોવા મળી છે તેનાથી DA સ્કોર 46 ટકાને પાર નીકળી ગયો છે. જૂનમાં ઈન્ડેક્સનો નંબર 136.4 પોઈન્ટ રહ્યો હતો. તેના આધારે ગણતરી જોઈએ તો DA Score 46.24 પહોંચી ગયો છે. તેનો અર્થ એ છે કે DA માં કુલ 4 ટકાનો વધારો જોવા મળશે. કારણ કે DA રાઉન્ડ ફિગરમાં અપાય છે અને તે 0.51 થી ઓછો હશે તો તેને 46 ટકા જ ગણવામાં આવશે.
ડિસેમ્બર 2022માં ઈન્ડેક્સ નંબર 132.3 પોઈન્ટ રહ્યો હતો. જેનાથી ડીએનો કુલ સ્કોર 42.37 ટકા રહ્યો હતો. ત્યારબાદ જાન્યુઆરીમાં ઈન્ડેક્સ 132.8 પર પહોંચ્યો અને DA સ્કોર વધીને 43.08 પર પહોંચી ગયો. એ જ રીતે દર મહિનાનો સ્કોર નક્કી થાય છે. આ ગણતરી ચેક કરો.