સોનાનું વેચાણ તહેવારોમાં પ્રિ-કોવિડથી 15 ટકા વધુ 223 ટન થવાનો આશાવાદ

Business
Business 23

તહેવારોમાં શરાફ બજારમાં ફૂલગુલાબી તેજી રહેવાની સંભાવના છે. કોવિડના પ્રતિબંધો દૂર થયાં બાદ સોનાના ભાવ રેકોર્ડ સ્તરથી 16.4 ટકા ઘટ્યાં છે. જેના લીધે સોનું 10 ગ્રામદીઠ રૂ. 9200 સસ્તું થયું છે. તદુપરાંત તહેવારો બાદ લગ્નની સિઝન શરૂ થશે. જેના માટે અત્યારથી ખરીદી શરૂ થઈ છે.

સારા વેપારના આશાવાદ સાથે દેશભરના જ્વેલર્સ પણ તાડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. તહેવારોની સિઝનમાં ઘરેણાંના સૌથી વધુ વેચાણો થાય છે. ધનતેરસના દિવસે પણ સોનાની માગ વધુ રહે છે. જ્વેલરી ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોના અંદાજ અનુસાર, આ વર્ષે તહેવારની સિઝનમાં સોનાના વેચાણો પ્રિ-કોવિડ અર્થાત 2019ના સ્તર સામે 15 ટકા વધશે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ, ઓક્ટોબર-ડિસેમ્બર, 2019 દરમિયાન દેશમાં 194.3 ટન સોનું વેચાયું હતું. જ્યારે આ વર્ષે સમાનગાળામાં 223.1 ટન સોનું વેચાયું છે. ગતવર્ષે સોનાના ભાવોમાં રેકોર્ડ તેજી, લોકડાઉન લગ્નસરાના કાર્યક્રમો બંધ રહેતાં સોનાના વેચાણો ઘટ્યાં હતાં.

પરંતુ આ વર્ષે વૈશ્વિક અને સ્થાનિક અર્થતંત્રની ગાડી પાટા પર ફરી હોવાના સ્પષ્ટ સંકેતો સાથે રોકાણ માટે સોનાની માગ ઘટી છે. પરિણામે ભાવો ઘટ્યાં છે. હાલ દેશમાં 24 કેરેટ સોનાનો ભાવ 49000 છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.