ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમના નિયમોમાં ફેરફાર કરાયો

Business
Business

રિઝર્વ બેન્કે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમના નિયમોમાં ફેરફાર કર્યા છે.ત્યારે નવા નિયમો અનુસાર જો રોકાણકાર જીએમએસ સ્કીમમાંથી મેચ્યોરિટી પહેલા રિડમ્પશન કરે તો સોનાના બદલે રૂપિયામાં ચૂકવણી કરાશે.આમ જીએમએસ સ્કીમની મુદ્દત પૂરી થયા બાદ રોકાણ કરનાર વ્યક્તિ ફિઝિકલ ગોલ્ડનો વિકલ્પ પસંદ કરી શકે છે.દેશમાં સોનાની આયાત ઘટાડવા અને ઘરોમાં રહેલુ નિષ્ક્રિય સોનું બજારમાં લાવવાના હેતુસર સરકારે નવેમ્બર 2015માં ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ શરૂ કરી હતી.ભારત સોનાની જરૂરિયાત સંતોષવાના મામલે સંપૂર્ણપણે આયાત પર નિર્ભર છે.વર્ષ 2021 દરમિયાન દેશમાં 1067.72 ટન સોનાની આયાત કરાઇ હતી,ત્યારે તેની પૂર્વેના વર્ષમાં 430.11 ટન હતી.આ યોજના રોકાણકારોને ટૂંકાગાળા, મધ્યમ અને લાંબાગાળાની સ્કીમમાં સોનું જમા કરવાની મંજૂરી આપી છે.જેમાં ટૂંકાગાળાની બેન્ક ડિપોઝિટની મુદ્દત 1 થી 3 વર્ષ,મધ્યમની 5 થી 7 વર્ષ અને લાંબાગાળાની મુદ્દત 12 થી 15 વર્ષની હોય છે,જેમાં રોકાણકારોના વાર્ષિક 3.5 ટકા વ્યાજ મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.