
સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો
છેલ્લા કેટલાક દિવસોથી સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.ત્યારે વર્તમાનમાં આ ભાવમાં ઘટાડો ચાલુ જ છે.જેમા સોનાના ભાવઘટાડા સાથે આજે રૂ.60,000ના રેકોર્ડ લેવલથી નીચે આવી ગયા છે.જ્યારે ચાંદીની વાત કરવામાં આવે તો તેમાં રૂ.80,000ની આસપાસ પહોચવાની સંભાવના રહેલી છે.ત્યારે એમ.સી.એક્સ પર સોનામાં રૂ.138 ઘટીને રૂ.59,361 પ્રતિ 10 ગ્રામ જયારે ચાંદીમાં રૂ.570 ઘટીને રૂ.70,555 પ્રતિ કિલોના ભાવ પર ટ્રેડ કરી રહી હતી.ત્યારે દિવાળી પર ફરી સોનાની કિંમત વધીને રૂ.65,000 સુધી પહોચી જવાની સંભાવના રહેલી છે.જ્યારે ચાંદી રૂ.80,000ની આસપાસ પહોચવાની સંભાવના રહેલી છે.