ગ્રીન એનર્જી સેક્ટરમાં ગૌતમ અદાણીનું મહત્ત્વનું પગલું

Business
Business

ભારતના બીજા ક્રમની સૌથી સમૃદ્ધ વ્યક્તિ ગૌતમ અદાણીની કંપની ગ્રીન એનર્જી (Green Energy)એક મહત્ત્વનું પગલું ભરવા જઈ રહી છે. આ માટે અદાણીની કંપનીએ 70 અબજ ડોલરનું જંગી મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી છે. હવે ગૌતમ અદાણીને ગ્રીન એનર્જી સેક્ટરમાં પોતાનું પ્રભુત્વ જમાવવામાં ANILની મદદ મળવા જઈ રહી છે. અદાણી ગ્રુપે ગ્રીન એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ANIL નામની પેટાકંપની બનાવી છે.

અદાણી ગ્રુપના વડપણ હેઠળ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસ લિમિટેડે શેરબજાર સમક્ષ આપેલી માહિતી પ્રમાણે, ગ્રુપ અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Adani New Industries Ltd)નામથી નવી કંપની બનાવવા જઈ રહી છે, જે 100 ટકા સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. આ નવી કંપની ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ ઉપરાંત ઓછા પ્રમાણમાં કાર્બનનું ઉત્સર્જન કરનારી વીજળીના ઉત્પાદન તથા પવન ઊર્જા ટર્બાઈન, સૌર ઊર્જા ઉપકરણ, બેટરી વગેરેના નિર્માણ પર ધ્યાન આપશે. આ કંપની ટૂંક સમયમાં જ કાર્યરત થઈ જશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.