પ્રથમ વખત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલ ₹19 લાખ કરોડને વટાવી ગયું

Business
Business

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર આજે વિક્રમી સપાટીએ ટ્રેડ થઈ રહ્યા છે જેના કારણે પ્રથમ વખત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલ ₹19 લાખ કરોડને વટાવી ગયું છે. વર્ષ 2023માં ડિસેમ્બરમાં 9 ટકા અને નવેમ્બરમાં 4 ટકાનો શેરની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો. આ વર્ષમાંના પ્રથમ મહિનામાં જ શેરની કિંમતમાં 8 ટકાનો વધારો જોવા મળ્યો છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શરોએ 2015થી સકારાત્મરક વળતર આપ્યું છે. વર્ષ 2023માં રિલાયન્સમા શેરમાં એકંદરે 11.5 ટકાનો વધારો જોવા મળ્યો છે. જોકે, હાલમાં રિલાયન્સના સ્ટોક પરનો રિલેટિવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ (RSI) 68 ટકા છે. જો આ RSI વધીને 70 ટકા થાય છે તો રિલાયન્સના શેરોની કિંમતમાં ધરખમ વધારો જોવા મળી શકે છે.

એક રિપોર્ટ અનુસાર રિલાયન્સે ડિસેમ્બર ક્વાર્ટરમાં ₹17,265 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કારણ કે કંપનીના ઓઈલ એન્ડ ગેસ બિઝનેસમાં ગયા ત્રિમાસિક ક્વાર્ટરમાં 70% થી વધીને 86% સુધી ચોખ્ખો નફો કર્યો હતો. એમકે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસે જણાવ્યું હતું કે, “રિલાયન્સે નાણાકીય વર્ષ 24 ના ત્રીજા ક્વાર્ટર દરમિયાન મોટા પ્રમાણમાં ઇન-લાઇન કમાણીની જાણ કરી હતી. O2C અને Jio EBITDAમાં અમારા અંદાજ કરતા થોડો ઘટાડો જોવા મળ્યો હતો જે વધુ સારી અપસ્ટ્રીમ (ઓપેક્સ ઓછા હોવાને કારણે) અને ઇન-લાઇન રિટેલ દ્વારા સરભર કરવામાં આવ્યો હતો.”

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર NSE પર 3.5% વધીને ₹2,798 પર ટ્રેડ થઈ રહ્યો છે. બપોરે 12:00 વાગ્યે, BSE પર રિલાયન્સનો શેર 4.11% વધીને ₹2,821.85 પર ટ્રેડ થઈ રહ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.