
EPFOખાતાધારકોને મળવા લાગ્યા વ્યાજના પૈસા
નવી દિલ્હી, મ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનએ પોતાના કર્મચારીઓને દિવાળીની ભેટ આપતાં નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના વ્યાજ દરોને ખાતાઓમાં ટ્રાન્સફર કરવાનું શરૂ કરી દીધું છે. નોંધનીય છે કે આ નાણાકીય વર્ષમાં,EPFO ખાતાધારકોના ખાતામાં જમા રકમ પર ૮.૧૫ ટકા વ્યાજ દરઓફર કરી રહ્યું છે. નોંધનીય છે કેEPFOના વ્યાજ દરો દર વર્ષે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ અને નાણા મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવે છે.
આ વર્ષની વાત કરીએ તો સરકારે જૂન ૨૦૨૩માં નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે વ્યાજ દરોની જાહેરાત કરી હતી. આ પછી, સરકારે વ્યાજ દરના નાણાં પીએફ ખાતાધારકોના ખાતામાં ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ એટલે કે ટ્વિટર પર ઘણા વપરાશકર્તાઓ લાંબા સમયથીEPFOને પૂછી રહ્યા છે કે વ્યાજના નાણાં તેમના ખાતામાં કયારે ટ્રાન્સફર થશે.
જ્યારે સુકુમાર દાસ નામના યુઝરે આ બાબતે સવાલ પૂછયો તોEPFOએ જવાબ આપ્યો કે ખાતામાં વ્યાજ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ખાતાધારકોને આ વર્ષે કોઈપણ નુકસાન વિના વ્યાજની સંપૂર્ણ રકમ મળશે. આ સાથેEPFOએ કર્મચારીઓને ધીરજ રાખવાનો અનુરોધ પણ કર્યો છે.