
આવતીકાલથી ઈલેકટ્રીક ટુ વ્હીલર મોંઘા થશે
આગામી 1 જુનથી ટુ વ્હીલર ઈલેકટ્રીક વ્હીકલ મોંઘા થઈ જશે.સરકારે ટુ વ્હીલર ઈલેકટ્રીક વાહન પર આપવામાં આવતી સબસીડી ઘટાડી નાંખી છે.આ ઘટાડો આગામી 1 જુન કે તે પછી રજીસ્ટર્ડ ઈલેકટ્રીક ટુ વ્હીલર ગાડીઓ પર લાગુ પડશે.જેમાં એફએએમઈ-2 યોજના અંતર્ગત ઈલેકટ્રીક સ્કુટર માટે 1 જુનથી અધિકતમ સબસીડી ઈલેકટ્રીક નાં એકસ-માર્કેટ મુલ્યનાં મોજુદ 40 ટકાથી ઘટીને 15 ટકા થઈ જશે.આ સિવાય સબસીડી વર્તમાનમાં રૂ.15,000ના બદલે ઈવીની બેટરી ક્ષમતા પ્રત્યે કિલોવોટ કલાકે રૂ.10,000 થશે.જેમા એક સ્કુટરની અધિકતમ એકસ ફેકટરી કિંમત રૂા.1.50 લાખ હોવી જોઈએ.