ઇ-કોમર્સ પ્લેટફોર્મથી ઓટો બુક કરાવી આગામી જાન્યુથી 5 ટકા જીએસટી લાગશે

Business
Business

ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ઓટોરિક્ષા સર્વિસનો લાભ લીધો તો આગામી 1 જાન્યુઆરી 2022થી તેના પર 5 ટકા જીએસટી ચૂકવવો પડશે. આ ઉપરાંત જીએસટીમાં રેટ રેશનલાઇઝેશન અંગે રાજ્યોના નાણાપ્રધાનોની મળનારી બેઠક મુલતવી રહી છે. આ પહેલા નાણાપ્રધાને 18 નવેમ્બરે સ્પષ્ટતા કરી હતી કે ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા પરિવહન સેવા બુક કરાવનાર પર જીએસટી નહી લાગે. વર્તમાનમાં મેન્યુઅલ મોડમાં ચાલતી ઓટોરિક્ષા ડ્રાઇવરોની પેસેન્જર સર્વિસને જીએસટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત કાપડ ઉદ્યોગ પર 12 ટકા જીએસટી કરાયો તે ઘટાડીને 5 ટકા કરવામાં આવે તેવી સંભાવના છે. સરકારના પગલાની સીધી અસર ઇ-કોમર્સ કંપનીઓ પર પડશે. આમ કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમ્માઇના અધ્યક્ષપદ હેઠળ મળનારી જીએસટીની રેટ રેશનલાઇઝેશન પરની બેઠક મુલતવી રહી છે. તેમા પશ્ચિમ બંગાળના નાણાંપ્રધાન અમિત મિત્રા,કેરળના નાણાપ્રધાન કે.એન.બાલાગોપાલ અને બિહારના નાયબ મુખ્યપ્રધાન તારકિશોર પ્રસાદ સહિતના ભાગ લેવાના હતા. આ બેઠક 27મી નવેમ્બરે મળવાની હતી અને તેમા જીએસટી રેટ અને સ્લેબમાં ફેરફારો અંગે ફિટમેન્ટ સમિતિની ભલામણો પર વિચાર કરવાનો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.