ભારતના આ મોટા શહેરોમાં ડોલાન્ડ ટ્રમ્પનો છે કરોડોનો બિઝનેસ
આજે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મદિવસ છે. તેઓ 77 વર્ષના થઈ ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ એક સફળ રાજનેતાની સાથે સાથે એક સફળ બિઝનેસમેન પણ છે. ટ્રમ્પનો બિઝનેસ આખી દુનિયામાં છે. ટ્રમ્પ ભારતના ઘણા મોટા શહેરોમાં બિઝનેસ ધરાવે છે. ટ્રમ્પનો બિઝનેસ (Doland Trump Business In India) મુંબઈ, પુણે, ગુરુગ્રામ અને કોલકાતામાં ફેલાયેલો છે. વ્યાપારી સંબંધોના કારણે ટ્રમ્પ પરિવાર ભારતની મુલાકાત લેતો રહે છે. તેમના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર બિઝનેસના સંદર્ભમાં ભારત આવી ચૂક્યા. વર્ષ 2018માં ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર પુણેમાં ટ્રમ્પ ટાવર્સની બીજી ઇમારતનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા.
ભારતીય કંપનીઓ સાથે મળીને રિયલ એસ્ટેટ બિઝનેસનું વિસ્તરણ
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ પરિવારે ભારતમાં રિયલ એસ્ટેટમાં મોટું રોકાણ કર્યું છે અને આ પ્રોજેક્ટનું નામ પણ ટ્રમ્પ સાથે જોડાયેલું છે. દેશમાં મુંબઈ, પુણે, ગુરુગ્રામ અને કોલકાતામાં રહેણાંક વિસ્તારોમાં ‘ટ્રમ્પ ટાવર’ જોવા મળી જશે. ભારતમાં ટ્રમ્પની કંપની લોઢા ગ્રૂપ, પંચશીલ રિયલ્ટી, M3M, ટ્રિબેકા, યુનિમાર્ક અને આઇરિયો સાથે મળીને રિયલ એસ્ટેટ બિઝનેસનું વિસ્તરણ કરી રહી છે. ભારતીય કંપનીઓનું કહેવું છે કે આ પ્રોજેક્ટ સાથે ટ્રમ્પનું નામ જોડાયેલું હોવાના કારણે ફ્લેટની ઉંચી કિંમત અને માંગ રહે છે.
ગુરુગ્રામમાં ટ્રંમ્પ ટાવર
દિલ્હીની બાજુમાં ગુરુગ્રામમાં ટ્રિબેકા ટ્રમ્પ ટાવર્સ છે, જેમાં ટ્રમ્પે રોકાણ કરેલું છે. તે ગુરુગ્રામના સેક્ટર 65માં આવેલું છે. ગુરુગ્રામમાં 50 માળના 2 ટ્રમ્પ ટાવર છે અને તેનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. અહીં ફ્લેટની શરૂઆતની કિંમત 4 કરોડ રૂપિયાથી વધુ છે.
કોલકાતામાં ‘ટ્રમ્પ ટાવર’
કોલકતામાં ભારતીય કંપની યુનિમાર્ક ગ્રુપ, આરડીબી ગ્રુપ અને ટ્રિબેકા ડેવલપર્સ સાથે મળીને ટ્રમ્પ ટાવર ઊભું કરવામાં આવ્યું છે. આ ટાવરની ઊંચાઈ 39 માળની છે. કોલકાતાના ટ્રમ્પ ટાવરમાં ફ્લેટની શરૂઆતની કિંમત 3.75 કરોડ રૂપિયા છે.
મુંબઈમાં ટ્રમ્પ ટાવર
મુંબઈના વર્લી વિસ્તારમાં પણ ‘ટ્રમ્પ ટાવર’ છે. 700 એકરમાં ફેલાયેલા આ રહેણાંક મકાનના ફ્લેટની કિંમત કરોડોમાં છે. વર્લીમાં 78 માળની ઇમારત છે. અહીંનો પ્રોજેક્ટ લોઢા ગ્રુપની મદદથી શરૂ કરવામાં આવ્યો છે. તેની વિશેષતા પ્રાઈવેટ જેટ સર્વિસ અને ટ્રમ્પ કાર્ડ છે. અહીં ફ્લેટની શરૂઆતની કિંમત 10 કરોડ રૂપિયાની આસપાસ છે.
પુણેમાં ટ્રમ્પ ટાવર
પંચશીલ રિયલ્ટીના સહયોગથી પુણેમાં ટ્રમ્પ ટાવર્સ બનાવવામાં આવ્યું છે. પુણેમાં ‘ટ્રમ્પ ટાવર’ નામની બે 23 માળની ઇમારતો છે. ટ્રમ્પ ટાવરમાં એક ફ્લેટની કિંમત 15 કરોડ રૂપિયાથી વધુ છે.
ટ્રમ્પની કંપનીએ 5થી વધુ લક્ઝરી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ લોન્ચ કર્યા
ટ્રમ્પની કંપનીએ વર્ષ 2013માં પહેલીવાર ભારતમાં પ્રવેશ કર્યો હતો અને છેલ્લા 9 વર્ષમાં ટ્રમ્પનો બિઝનેસ ભારતના ઘણા મોટા શહેરોમાં ફેલાઈ ગયો છે. ટ્રમ્પની કંપની ‘ધ ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન’એ ભારતીય કંપનીઓ સાથે મળીને 5થી વધુ લક્ઝરી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે.