દેશમાં અનાજનું ઉત્પાદન ઘટવા પામ્યું

Business
Business

કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ દેશમાં અનાજ ઉત્પાદનમાં ઘટાડો થયો છે,જયારે ફળ,શાકભાજી અને દાળના ઉત્પાદનમાં વધારો થયો છે.જેમાં અનાજ સિવાય ખાંડ,ડ્રગ્સ,નાર્કોટિકસ અને તેલીબીયાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે.આમ વર્ષ 2011-12માં સ્થૂળ મૂલ્ય ઉત્પાદનમાં અનાજની ભાગીદારી 28.2 ટકા હતી,જે 2019-20માં ઘટીને 27.3 ટકા રહી ગઈ છે.આ સિવાય દાળની ભાગીદારી 4.4 ટકાથી વધીને 5.1 ટકા થઈ ગઈ છે.આમ સમગ્ર દેશમાં ઉતરપ્રદેશમાં સૌથી વધુ ઉત્પાદન કરાયું છે ત્યારે તેની ભાગીદારી વર્ષ 2011-12માં 18.6 ટકા હતી,જે વર્ષ 2019-20માં ઘટીને 18.5 ટકા થઈ ગઈ છે.બીજીતરફ મધ્યપ્રદેશમા અનાજનું યોગદાન વધ્યુ છે.જેમાં વર્ષ 2011-12માં અનાજ ઉત્પાદનમાં રાજ્યની ભાગીદારી 6.2 ટકા હતી,જે 2019-20માં વધીને 10 ટકા થઈ છે.આમ ભારત વિશ્વમાં કૃષિ યોગ્ય ભૂમિમાં બીજા ક્રમે છે.વર્ષ 2019-20માં દેશભરમાં ફળ અને શાકભાજીનું સ્થુળ મૂલ્ય ઉત્પાદન 383.3 હજાર કરોડ હતુ જે અનાજની તુલનામા લગભગ 6000 કરોડથી વધુ જોવા મળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.