
સરસવની કિંમતમાં ઘટાડો થતા ખેડૂતોને નુકસાન થયું
દેશના કેટલાક રાજ્યોમાં કમોસમી વરસાદના કારણે ઘઉં તેમજ સરસવના પાકનો નાશ થવાની જાણકારી મળી રહી છે.ત્યારે કેરી,લીચી અને કેળા જેવા પાક પણ કમોસમી વરસાદના કારણે બરબાદ થઈ રહ્યા છે.ત્યારે ખેડૂતોએ પોતાનો પાક ખૂબ ઓછા ભાવે વેચવો પડી રહ્યો છે જેના કારણે ખેડૂતોને મોટુ નુકસાન વેઠવુ પડી રહ્યુ છે.હરિયાણામાં સૌથી વધુ સરસવની ખરીદી છતાં ખેડૂત આને એમએસપી પર વેચી શકતા નથી.આમ વર્તમાન સમયમાં સરસવનું ટ્રેડિંગ રૂ.1500 પ્રતિ ક્વિન્ટલ સુધી થઈ રહ્યુ છે,ત્યારે ગયા વર્ષની સરખામણીએ રૂ.3000 સુધી ઓછા ભાવમાં સરસવ વેચાઈ રહ્યુ છે.આમ રવી માર્કેટિંગ સિઝન 2023-24માં સરસવની એમએસપી રૂ.5450 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે જ્યારે ખેડૂતોને આનો યોગ્ય ભાવ મળી રહ્યો નથી. ત્યારે અત્યારે ખેડૂત ઓપન બજારમાં સરસવ રૂ.4000 થી 5000 પ્રતિ ક્વિન્ટલના હિસાબે વેચવા મજબૂર બન્યા છે.ગયા વર્ષે સરસવનો ભાવ રૂ.7500 થી 8000 પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી ગયો હતો.