વર્તમાનમાં રિઝર્વ બેન્કે વ્યાજદર વધારતા લોન મોંઘી થશે

Business
Business

ભારત સહિત વિશ્વભરમાં મોંઘવારીને ડામવા માટે અમેરિકા બાદ ભારતની સેન્ટ્રલ બેંક પણ આકરા પાણીએ છે.ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ મોનિટરી પોલિસીમાં વ્યાજદરમાં 50 બેઝિસ પોઈન્ટ્સનો વધારો કરવામાં આવ્યો છે.આ સાથે આરબીઆઈના બેન્ચમાર્ક વ્યાજદર 5.9 ટકા થયા છે.આ સાથે મોનિટરી પોલિસીનું સ્ટેન્ડ આરબીઆઈએ એકોમોડેશનથી પાછું ખેંચવાનું વલણ યથાવત રાખ્યું છે.મે 2020થી મે 2022 વચ્ચે રિઝર્વ બેંકના રેપોરેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો.જેમાં બેન્કો જ્યારે નાણાંની જરૂર પડે અને રિઝર્વ બેંક પાસેથી તે મેળવે ત્યારે જે વ્યાજદર ચૂકવે તેને રેપોરેટ કહેવામાં આવે છે.રેપોરેટ આ બે વર્ષ 4 ટકા રહ્યો હતો.ત્યારે વધી રહેલા ફુગાવા અને વૈશ્વિક બેન્કોએ વ્યાજદર વધારવાનું શરૂ કરતાં મે મહિનામાં આશ્ચર્યજનક રીતે મધ્યકાલીન સમીક્ષા પહેલા રિઝર્વ બેન્કે વ્યાજદર વધારવા શરૂ કર્યા હતાં.ત્યારે આજની બેઠક પહેલા રેપોરેટ વધી 5.4 ટકા થઈ ગયો હતો.આમ ક્રુડતેલના ભાવ જે જુનમાં પ્રતિ બેરલ 120 ડોલરથી વધુ હતા તે વર્તમાનમાં ઘટીને 80 ડોલરની અંદર ચાલી ગયા છે,જે આરબીઆઈ માટે રાહતની વાત છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.