
આઇ.બી.એમ વર્તમાનમાં કર્મચારીઓને છૂટા કરશે
વર્તમાન સમયમાં મંદીની વચ્ચે સમગ્ર વિશ્વમાં છટણીનો દોર લાંબાસમયથી ચાલી રહ્યો છે.ત્યારે ટેક કંપનીઓમાં આ પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે.ત્યારે વર્તમાનમાં આ યાદીમાં વધુ એક નામ આઇ.બી.એમ કોર્પ જોડાઇ ગયું છે.જે કંપની એકસાથે 3900 જેટલા કર્મચારીઓને કાઢી મૂકવાની તૈયારી કરી રહી છે.ત્યારે આ અગાઉ મેટા,ગૂગલ,માઇક્રોસોફટ જેવી કંપનીઓ કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી દીધી છે.આ કંપનીઓએ વૈશ્વિક સ્તરે મોટાપાયે કર્મચારીઓની સંખ્યા ઘટાડી છે.ત્યારે ચોથા કવાર્ટરમાં આઇબીએમ વાર્ષિક કેશફલો લક્ષ્યાંકથી ચૂકી ગઇ છે.જેમાં 31 ડિસેમ્બર,2022ના રોજ સમાપ્ત થતા કવાર્ટરમાં કંપનીને 16.7 અબજ ડોલરની આવક થઇ હતી.જેમાં આઇબીએમનો 2022નો કેશફલો 9.3 અબજ ડોલર રહ્યો હતો,જે 10 અબજ ડોલરના નિર્ધારિત લક્ષ્યાંકથી ઓછો હતો.આ અગાઉ માઇક્રોસોફટે 10,000,એમેઝોને 18,000,ટ્વિટરે 4000 જેટલા કર્મચારીઓને કાઢી મૂક્યા છે.આ સિવાય મેટાએ 11,000 કર્મચારીઓને કાઢી મૂક્યા છે.આ અગાઉ ટેકનોલોજી કંપની અલીબાબાએ 9241 કર્મચારીઓની છટણી કરી હતી.