
વર્તમાનમાં બી.એસ.એન.એલ ગ્રાહકો માટે નવો પ્લાન લાવ્યું
જે ગ્રાહકોને વધુ ડેટાની જરૂર પડે છે તેવા લોકો માટે બી.એસ.એન.એલનો પ્લાન મહત્વનો સાબિત થશે.નવા પ્લાનમા રોજ 5 જીબી ડેટાવાળો પ્લાન સાથે 84 દિવસની વેલિડીટી પણ આપવામાં આવી છે.આમ ટેલીકોમ ક્ષેત્રે રોજ નવી-નવી જાહેરાતો જોવા મળતી હોય છે.ત્યારે વર્તમાન સમયમાં દરેક કંપનીઓની હરિફાઈ ચાલી રહી છે. જેમા કંપની તેના ગ્રાહકોને આર્કષવા માટે નવા-નવા પ્લાન રજુ કરતી હોય છે.ત્યારે ઘણીવાર ગ્રાહકો પણ કન્ફ્યુજનમાં આવી જાય છે કે કઈ કંપનીનો પ્લાન ખરીદવો. તો આજે આપણી ભારતીય ટેલીકોમ કંપનીના નવા પ્લાન વિશે વાત કરીએ.જેમા નવા પ્લાન મુજબ રૂ.599ના રિચાર્જમાં 84 દિવસની વેલિડીટી આપી રહ્યુ છે.એકવાર રિચાર્જ કરાવ્યા પછી 3 મહિનાની શાંતિ થઈ જશે.આ પ્લાન 3 મહિના માટે એક્ટીવ રહેશે.આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર કોલ કરવા માટે ફ્રી મિનિટ આપવામાં આવે છે અને રોજ 5 જીબી ડેટા આપવામાં આવે છે.આ સાથે રોજના 100 એસ.એમ.એસ પણ ફ્રી આપવામાં આવે છે.