વર્તમાનમાં શે૨બજા૨માં સેન્સેક્સ 1200 પોઈન્ટ તુટયો

Business
Business

વર્તમાનમાં શેરમાર્કેટમાં સેન્સેક્સમાં 1200 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો.જેમાં હેવીવેઈટથી માંડીને રોકડા સુધીના તમામ ક્ષેત્રના શેરોમાં ગાબડા પડયા હતા.ત્યારે સેન્સેક્સ 60 હજા૨ની નીચે જયારે નીફટી 18 હજા૨ની નીચે સ૨કી ગયા હતા. આમ શે૨બજા૨માં વૈશ્વિક તેજીના પ્રભાવ હેઠળ આજે માહોલ પ્રોત્સાહક ૨હેવાની અટકળો વચ્ચે શરૂઆતથી જ વેચવાલીનો મારો શરૂ થઈ જતા માર્કેટ મંદીમાં ઘસી ગયુ હતું.ત્યારે શે૨બજા૨માં આજે અદાણી ગ્રુપના શેરોમાં 5 થી માંડીને 20 ટકા સુધીના કડાકા સર્જાયા હતા.જેમાં અદાણી ગેસ,અદાણી ટ્રાન્સીમીશન,અદાણી પાવ૨,અદાણી વિલમ૨ જેવા શેરોમાં ઉધી સ૨કીટ લાગુ પડી હતી.આ સિવાય બેંકોના શેરોમાં પણ ગાબડા પડયા હતા.જેમાં સ્ટેટ બેંક,આઈસીઆઈસીઆઈ બેંક,કોટક બેંક,લાર્સન,મારૂતી,નેસ્લે,પાવ૨ગ્રીડ,રીલાયન્સ,ટીસીએસ,ટાઈટન,વીપ્રો,એશીયન પેઈન્ટસ,એક્સીસ બેંક,ભા૨તીય એ૨ટેલ,એચડીએફસી,હિન્દી લીવ૨,ઈન્ફોસીસ સહિતના શેરો ગગડયા હતા.જ્યારે બજાજ ઓટો,ટાટા મોટર્સ,ડો.રેડી જેવા કેટલાક શેરો ગ્રીન ઝોનમા રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.