શેરબજારમા સેન્સેકસમાં 250 પોઇન્ટનો કડાકો જોવા મળ્યો

Business
Business

મુંબઇ શેરબજારમા મંદીનો આંચકો અનુભવાયો હતો.જેમા હેવીવેઇટ શેરોમાં આક્રમણકારી વેચવાલીથી સેન્સેકસ 250 પોઇન્ટ ગગડયો હતો.ત્યારે આગામી 1લી ફેબ્રુઆરીએ બજેટ છે તે પૂર્વે આવતા સપ્તાહમાં જાન્યુઆરી ફયુચરનો અંતિમ દિવસ આવવાનો છે એટલે અત્યારથી વેપાર સહાય કરવાનું વલણ ઉભુ થવાનું મનાઇ રહ્યું છે.જેમાં શેરબજારમાં સનફાર્મા,ટીસીએસ,ટાઇટન,વિપ્રો,એશિયન પેઇન્ટસ,બજાજ ફાઇનાન્સ,ભારતી એરટેલ,ઇન્ફોસીસ,લાર્સન,મારૂતી,નેસલે,રિલાયન્સ,જે.એસ.ડબલ્યુ સ્ટીલ સહિતના શેરો તૂટયા હતા.જ્યારે ટાટા મોટર્સ,એચ.ડી.એફ.સી,આઇ.સી.આઇ.સી.આઇ બેંક,પાવરગ્રીડ,સ્ટેટ બેંક,કોલ ઇન્ડીયા સહિતના શેરોમાં સુધારો જોવા મળ્યો હતો.જેમાં મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેકસ 254 પોઇન્ટના ગાબડાથી 60,603 રહ્યો હતો જે ઉંચામાં 61,001 તથા નીચામાં 60,513 રહ્યો હતો.જ્યારે બીજીતરફ નિફટી 87 પોઇન્ટ તૂટીને 18,020 રહી હતી,જે ઉંચામાં 18,145 તથા નીચામાં 18,018 રહી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.