શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો

Business
Business

શેરબજારમા સારી શરૂઆત થઇ છે.જેમાં સતત બીજા દિવસે શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે આજે સેન્સેક્સ 180.53 પોઈન્ટ વધીને 61,122.2 પર ખુલ્યો હતો,જ્યારે નિફ્ટી 65.40 પોઈન્ટ વધીને 18,183.95 પર ખુલ્યો હતો.જયારે બેંક નિફ્ટી 173.20 પોઈન્ટ વધીને 42,994.45 પર ખૂલી હતી.આમ યુ.એસ બજારમાં સતત બીજા દિવસે ઉછાળો જોવા મળ્યો હતો.જેમાં ટેસ્લા,નેટફ્લિકસ,મેટા અને એપલમાં 2-6 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો.આમ આ ઉછાળા પાછળ છટણીનુ કારણ જવાબદાર માનવામાં આવે છે. આ ઉપરાંત યુરોપિયન બજારમાં વધારો જોવા મળી રહ્યો છે.જ્યારે બીજીતરફ નિફ્ટીમાં ટાટા મોટર્સ,ઈન્ડસઈન્ડ બેંક,આઈ.સી.આઈ.સી. આઈ બેંક,એલ એંડ ટી અને ઈન્ફોસીસ સહિતના શેરોમાં તેજી જોવા મળી હતી જયારે એક્સિસ બેંક,ભારતી એરટેલ,બજાજ ઓટો,કોલ ઈન્ડિયા અને એચ.યુ.એલના શેરોમાં મંદી જોવા મળી હતી.આમ વૈશ્વિક બજારોમાંથી ભારતને સકારાત્મક સંકેત મળી રહ્યા છે જ્યારે બીજીતરફ એશિયન બજારોમાં જાપાન,ચીન,હોંગકોંગ,તાઈવાન,દક્ષિણ કોરિયા, મલેશિયા અને સિંગાપોરના શેરબજાર બંધ છે ત્યારે એશિયન બજારોમાં મિક્સ કા રોબાર જોવા મળ્યો છે.જ્યારે વોલ સ્ટ્રીટમાં તેજી બાદ એશિયન માર્કેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.