
શેરબજારમા સેન્સેકસમાં 270 પોઈન્ટનો ઉછાળો આવ્યો
મુંબઈ શેરબજારમાં તેજીનો ઝોક રહ્યો છે.જેમાં સેન્સેકસ 270 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો.જેમાં નિફટી ફરી 17,000ની સપાટી કુદાવી ગઈ હતી.ત્યારે શેરબજારમાં આજે ભારતી એરટેલ,એચડીએફસી બેંક,ઈન્ફોસીસ,કોટક બેંક,મારૂતી,નેસલે,રીલાયન્સ,સ્ટેટ બેંક, ટીસીએસ, ટાઈટન, ગ્રાસીમ,ડીવીઝ સહિતના શેરો ઉંચકાયા હતા.જ્યારે બીજીતરફ આઈસીઆઈસીઆઈ બેંક,મહીન્દ્ર, ટેલ્કો,એકસીસ બેંક,અદાણી પોર્ટ,એનટીપીસી તથા અદાણી ગ્રીનમાં ઘટાડો જોવા મળ્યો હતો.આ સિવાય અદાણી ગ્રુપના શેરો દબાણ હેઠળ રહ્યા હતા.