
શેરબજારમાં તેજીથી નિફ્ટી 17,550ને પાર થઈ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજદરમાં 0.50 ટકાના વધારા બાદ ભારતીય શેર માર્કેટમાં જોવા મળેલી શરૂઆતી તેજી સામાન્ય ધોવાઈ હતી,પરંતુ વ્યાજદર વધારાના નિર્ણયની સાથે આરબીઆઇએ મોંઘવારી અને જીડીપીનું સકારાત્મક અનુમાન આપતા બજારમાં ફરી સામાન્ય ઉછાળો જોવા મળ્યો હતો.આમ એકસમયે 17,400ની નીચે ગયેલી નિફટી 50 ઈન્ડેક્સ ફરી 70 અંકોની,0.45%ની તેજી સાથે 17,450ને પાર નીકળ્યો છે.જ્યારે સામે પક્ષે S&P BSE સેન્સેક્સ 250 અંકોની તેજી સાથે 58,550ને પાર ટ્રેડ થઈ રહ્યો છે.બોર્ડર માર્કેટમાં આજે સકારાત્મક વેપાર થઈ રહ્યો છે.જેમાં 2000 શેરના વધારાની સામે 1100 શેર ઘટાડા સાથે કામકાજ કરી રહ્યા છે,જ્યારે 151 શેરમાં કોઈ ફેરફાર જોવા નથી મળી રહ્યો.આમ સેશનમાં 78 શેર 52 સપ્તાહના ટોચે તો 17 શેર 52 સત્તાના તળિયે પહોંચ્યા છે,જ્યારે 148 શેરોમાં અપર સર્કિટ તો સામે પક્ષે 101 શેરમાં લોઅર સર્કિટ જોવા મળી રહી છે