
શેરબજારમાં સેન્સેક્સ 463 પોઈન્ટ ઉછળીને 61,112 થયો
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો,એફઆઈઆઈઝની ભારતીય શેરબજારોમાં ફરી ધૂમ ખરીદી થવા લાગતાં નિફટીએ ફરી 18,૦૦૦ની સપાટી અને સેન્સેક્સે 61,૦૦૦ની સપાટી ક્રોસ કરી હતી.જેમા સપ્તાહના અંતિમ દિવસે ઈન્ડેક્સ બેઝડ ફંડોની કેપિટલ ગુડઝ,પાવર,આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ,ટેકનોલોજી શેરો તેમજ હેલ્થકેર અને ઓટો શેરોમાં ખરીદી સાથે સ્મોલ,મિડકેપ શેરોમાં આગ ઝરતી તેજી જોવા મળી હતી.જેના કારણે ફોરેન ફંડોની સાથે લોકલ ફંડો પણ શેરોમાં નેટ ખરીદદાર રહ્યા હતા.જ્યારે બીજીતરફ ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડોની સતત લેવાલી જળવાઈ રહી હતી.