
વર્તમાનમાં 1 ડોલર સામે પાકિસ્તાની રૂપિયો 255ના તળીયે પહોચ્યો
પાકિસ્તાનની આર્થિક મુશ્કેલી વધતી જઈ રહી છે.જેમાં દેવા હેઠળ દબાયેલા પાકિસ્તાનમાં વિદેશી મુદ્રા ભંડાર સમાપ્ત થવાની અણીએ આવી ગયું છે.ત્યારે દેશમાં રોકડની ભારે અછત વર્તાઈ રહી છે.આ દરમિયાન તેના માટે વધુ એક આંચકાજનક અહેવાલ આવ્યા છે.જેમાં અમેરિકી ડોલરની તુલનાએ પાકિસ્તાનની કરન્સીમાં કડાકો જોવા મળ્યો છે.જેમાં અમેરિકી કરન્સીની તુલનાએ પાકિસ્તાની રૂપિયો 255 પર આવી ગયો છે.જેમાં પાકિસ્તાની રૂપિયો ગત 25 જાન્યુઆરીએ રૂ.230 પ્રતિ ડોલર પર બંધ થયો હતો ત્યારે 26 જાન્યુઆરીએ બજાર ખુલતાની સાથે તેમાં ઘટાડો થયો હતો અને ડોલરની તુલનાએ રૂ.255ની સપાટીને સ્પર્શી ગયો હતો.આ તેનું ઓલ ટાઈમ લો લેવલ છે.