મોંઘવારી-મંદી વચ્ચે નવા વાહનોની ખરીદી ઘટી જવા પામી

Business
Business

પેટ્રોલ-ડીઝલના ઉંચા ભાવની સાથે મોંઘવારી અને મંદીની ચિંતાને પગલે લોકો નવા વાહનો ખરીદવાનું ટાળી રહ્યા છે અને તેની સીધી અસર નવા વાહનોના વેચાણ અને રજિસ્ટ્રેશન પર થઇ રહી છે.જેમાં જુલાઇ મહિનામાં ટુ-વ્હિલર,પેસેન્જર વ્હિકલ અને ટ્રેક્ટરની ખરીદી ઓછી થવાથી તમામ પ્રકારના વાહનોનું કુલ વેચાણ 8 ટકા ઘટીને 14.36 લાખ યુનિટ થયુ છે.આમ ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડિલર્સ એસોસિએશનના આંકડા અનુસાર જુલાઇમાં તમામ પ્રકારના વાહનોનું કુલ વેચાણ 7.84 ટકા ઘટીને 14,36,927 યુનિટ થયુ છે,જ્યારે જુલાઇ 2021માં 15,59,106 યુનિટ વાહનો વેચાયા હતા.જેમાં ગત મહિને ટ્રેક્ટરનુ વેચાણ સૌથી વધુ 27.72 ટકા ઘટીને 59,573 યુનિટ થયુ છે.બીજીબાજુ રિક્ષા સહિતના વિવિધ થ્રી-વ્હિલર વાહનોનું કુલ વેચાણ વર્ષ 2021ના જુલાઇ મહિનામાં 27,908 યુનિટની સામે વર્ષ 2022ના સમાન મહિનામાં 50,349 વાહનો વેચાયા છે, આમ વાર્ષિક તુલનાએ વેચાણ 80.41 ટકા વધ્યુ છે.તેવી જ રીતે કોમર્શિયલ વ્હિકલનું વેચાણ વાર્ષિક તુલનાએ 27.32 ટકા વધીને 66,459 યુનિટ થયુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.