ભારતીય શેરબજારમાં સેન્સેકસ 1000 અંક તૂટ્યો
ભારતીય શેરબજારમાં વીકલી એક્સપાયરીના દિવસે વિદેશી બજારના નકારાત્મક સંકેતોને પગલે હાહાકાર મચી ગયો છે.જેમા બેંચમાર્ક ઈન્ડાયસિસમાં 2%નો મસમોટો કડાકો જોવા મળી રહ્યો છે અને નિફટી 50 ઈન્ડેકસે 16,000ની મહત્વની સપાટી ગુમાવી દીધી છે.આ સિવાય બીએસઈ સેન્સેકસ 1000 અંકોના ઘટાડા સાથે 53,085ના લેવલે જ્યારે નિફટી 50 ઈન્ડેકસ 315 અંકોના કડાકે 15,850ના લેવલે દિવસના તળિયા નજીક ટ્રેડ કરી રહ્યાં છે.ત્યારે નકારાત્મક સંકેતોને પગલે 1%થી વધુના ઘટાડે ખુલ્યાં બાદ બજારમાં સવારથી આવતી સામાન્ય રિકવરી ધોવાઈ જાય છે અને ઈન્ડાયસિસ નવા ઈન્ટ્રાડે લો બનાવે છે.આમ આજે બીએસઈ સેન્સેકસના 25 શેર ઘટાડા સાથે જ્યારે 5 શેર તેજી સાથે કામકાજ કરી રહ્યાં છે. જેમા HCL ટેક,TCS,ટેક મહિન્દ્રા, વિપ્રો અને એશિયન પેઇન્ટનો સમાવેશ થાય છે.