
એચ.ડી.એફ.સી બેંકના વિલીનીકરણને મંજૂરી મળી ગઈ
નેશનલ કંપની લો ટ્રીબ્યુનલે એચડીએફસી હાઉસીંગ ફાયનાન્સ કંપની અને એચડીએફસી બેંકના વિલીનીકરણને મંજૂરી આપી દીધી છે. એચડીએફસી દેશની સૌથી મોટી હાઉસીંગ ફાયનાન્સ કંપની છે અને એચડીએફસી બેંક દેશની સૌથી મોટી ખાનગી બેંક છે અને ગત વર્ષે બંનેના વિલીનીકરણની જાહેરાત કરવામાં આવી હતી.ત્યારે તે અંગે તમામ પ્રકારની મંજૂરી મળી જતા આગામી વર્ષે બંને એક થઇ જશે અને એચડીએફસીનો હાઉસીંગ લોન પોર્ટફોલિયો અને ડીપોઝીટ બંને એચડીએફસી બેંકમાં સમાઇ જશે.રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ એચડીએફસી બેંક પર રૂ.5 લાખનો દંડ ફટકાર્યો છે.જેમાં વર્ષ 2019-20 વર્ષના પાકી ગયેલી ડિપોઝીટ જે-તે થાપણદારના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં એચડીએફસી નિષ્ફળ ગઇ હતી અને તે બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે.